Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ધોરાજી માર્કેટ યાર્ડમાં ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી :વેચવા 3700 ખેડૂતોએ નોંધણી કરાવી

દરરોજ 100 જેટલા ખેડૂતોને મેસેજ કરી ચણા લઈ આવવા જણાવ્યું જેમાંથી રોજ 80 જેટલા ખેડૂતો ચણા વેચવા માટે આવે છે

રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.ધોરાજી માર્કેટ યાર્ડમાં ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરાઈ. ટેકાના ભાવે ચણા વેચવા 3700 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેથી દરરોજ 100 જેટલા ખેડૂતોને મેસેજ કરી ચણા લઈ આવવા જણાવ્યું છે. જેમાંથી રોજ 80 જેટલા ખેડૂતો ચણા વેચવા માટે આવે છે અને ચણાની ખરીદી થઈ રહી છે. ટેકાના ભાવે ચણાની ખરીદીની કામગીરીથી ખેડૂતો ખુશખુશાલ છે.

ગુજરાતના ખેડૂતોના હિતમા કેન્દ્ર સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ મામલે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાના વધારાના જથ્થાની ખરીદી કરવા માટે રાજ્ય સરકારે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ને દરખાસ્ત કરી હતી. તેને કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તે બદલ રાજ્યના ખેડૂતો વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા નો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો છે

   
(8:47 pm IST)