Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં નકલી ટિકિટ ચેકર ઝડપાયો:સુરેન્દ્રનગર ખાતે પોલીસને સોંપી દેવાયો

રેલવે પોલીસે વાંકાનેર-રાજકોટ વચ્ચેથી નકલી ટીસીને ઝડપી લીધો :ચાલુ ટ્રેનમાં 20 વર્ષીય નકલી ટીસી મુસાફરોની ટિકિટ ચેક કરી છેતરપિંડી કરતો હતો

સુરેન્દ્રનગર રેલવે જંક્શન પાસે ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં નકલી ટિકિટ ચેકર ઝડપાયો છે. ચાલુ ટ્રેનમાં 20 વર્ષીય નકલી ટીસી મુસાફરોની ટિકિટ ચેક કરી છેતરપિંડી કરતો હતો. રેલવે પોલીસે વાંકાનેર-રાજકોટ વચ્ચેથી નકલી ટીસીને ઝડપી સુરેન્દ્રનગર ખાતે પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  ડી-1 કોચમાં મેલ એક્સપ્રેસના ગાર્ડે એક શંકાસ્પદ શખ્સને જોતા અટકાવ્યો હતો. પૂછપરછ કરતાં પોતાનું નામ આકાશ રાજપુરોહિત જણાવ્યું હતું.. ત્યાર બાદ તેની અંગ જડતી લેતા આકાશ પાસેથી રતલામ ડિવિઝન પશ્ચિમ રેલવેનું નકલી આઇડી કાર્ડ મળી આવતા ધરપકડ કરવામાં આવી હતી.. વધુ પૂછપરછમાં શખ્સ પોતે મૂળ રાજસ્થાનના પાલી મુંદરા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

   
(8:10 pm IST)