Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

અમરેલીમાં વેપારી યુવકનો આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા)  અમરેલી, તા. ૪:  અમરેલીના જડેશ્‍વર શેરી  નં.-રમાં રહેતા અને વેપાર કરતા  મનોજભાઈ કાંતીભાઈ ભડકોલીયા  નામના ૩૮ વર્ષીય વેપારી યુવકે ગત  તા.૧ના રાત્રીના કોઈપણ સમયે  જેસીંગપરા શેરી નં.-૧માં માનસિક  બીમારીથી કંટાળી જઈ પોતાની મેળે ગળ  ાફાંસો ખાઈ લેતાં તેમનું મોત નિપજયાનું  અમરેલી સીટી પોલીસમાં નોંધાયું છે.

મોત

મોટા ભંડારીયા ગામે રહેતા  અરવિંદભાઈ પ્રાગજીભાઈ કસવાળા  નામના ઈસમ ગુંદા પાડવા માટે ગુંદાના  ઝાડ ઉપર ચડેલા ત્‍યારે અકસ્‍માતે ગુંદાના  ઝાડ ઉપરથી નીચે પડી જતાં ગંભીર  ઈજાથી તેમનું મોત નિપજયાનું અમરેલી  તાલુકા પોલીસમાં જાહેર થયેલ છે.   

આપઘાત 

વડિયા તાલુકાના ખજુરી  ગામે રહેતા અને ખેતીકામ કરતા  હરેશભાઈ દાનાભાઈ પરમારના  ભત્રીજા જગદીશભાઈ ભીખાભાઈ  પરમાર નામના ૩૮ વર્ષીય યુવકે ગત  તા.ર૩/૪ના રોજ બપોરે પોતાની  વાડીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી  લીધો.  આ બનાવમાં આ યુવકના  મોત અંગે કારણ જાણવા માટે થઈ  તપાસ હાથ ધરવામાં આવતા આ  જગદીશભાઈનો ફોન તથા પર્સનલ  વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા મંગાયા હતા  ડાયરી જોતા તેમાં ર પાનાની સુસાઈટ  નોટ લખી હતી. તેમાં પોતાને એક  છોકરી અનુ સીંધી બ્‍લેકમેલ કરે છે તેથી  પોતે મરી જાવ છું તેમ જણાવેલ હતું.  વધુમાં સુસાઈટ નોટમાં  લખેલ હતું કે પોતાનો વિડીયો અપલોડ  કરેલ છે અને મૃતક યુવકના  મોબાઈલના વોટસએપમાં તપાસતા  તેમાં પણ વોટસએપના માઘ્‍યમથી  યુવકનો વિડીયો વાયરલ કરી દેવા  બાબતનો મેસેજ પણ આવેલ હતા અને  મેસેજમાં ભભપૈસે કલ ભેજ રહે હોભભ,  ભભપેમેન્‍ટ કા કયા હુઆ ?ભભ તેવા મેસેજ  હતા અને આરોપી પોતે પોલીસ  હોવાની ઓળખ આપી વડિયા બાબતે  પૂછપરછ કરી હતી.     

ઇજા

 સાવરકુંડલા તાલુકાનાં  છાપરી ગામે રહેતા અને ખેતીકામ  કરતા સમીરભાઈ ઈશારભાઈ ગાહા  નામનાં રર વર્ષીય ખેડૂત યુવક પોતાનું  ટ્રેકટર લઈ ઘરે આવતા હતા ત્‍યારે  રસ્‍તામાં મુસાભાઈ દોસુભાઈ ગાહાએ  પોતાનું મેજીક આડે રાખેલ હોય તેને  લઈ લેવાનું કહેતા સામાવાળા  મુસાભાઈને સારૂ નહી લાગતા લાકડી,  લોખંડનાં પાઈપ વડે માર મારી ઈજા  કરી ખેડૂત યુવકનાં ભાઈ છોડાવવા જતાં  તેમને પણ પાઈપ મારી ઈજા કર્યાની  ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં  નોંધાઈ છે   

ધમકી

સાવરકુંડલા તાલુકાનાં  વડાળ ગામે રહેતા અને ખેતી કામ કરતાં  રણછોડભાઈ ડાયાભાઈ પુંભડીયા  નામનાં ૬૦ વર્ષીય વૃઘ્‍ધ ખેડૂતનાં પત્‍ની  લાભુબેન વડાળ ગામનાં સરપંચ તરીકે  કામ કરતાં હોય. ત્‍યારે તે જ ગામે રહેતા  હરેશભાઈ રાણાભાઈ કારડીયા ગત તા.  રર/૪નાં રોજ વૃઘ્‍ધ ખેડૂતના ઘરે નશો  કરેલી હાલતમાં હાથમાં લાકડી લઈ  આવી રૂા. ૧૦ હજારની માંગણી કરી  અને ગ્રામ પંચાયતનાં દરેક બીલમાંથી  રૂા. પ હજાર તથા જરૂર પડે ત્‍યારે ફોર  વ્‍હીલ ગાડી આપવાની માંગણી કરી હતી  અને પૈસા નહી આપે તો ખોટા એટ્રોસીટી  કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્‍યાની  ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં  નોંધાઈ છે. 

રેતી ચોરી

અમરેલી તાલુકાનાં  વરસડા ગામે રહેતા દિપકભાઈ  ધીરૂભાઈ માધડે પોતાના  હવાલાવાળા ડમ્‍પરમાં વગર પાસ  પરમીટે રેતી ટન-૮ કિંમત રૂા. ૪  હજારની ભરી અમરેલી-ગાવડકા રોડ  ઉપરથી પસાર થતાં હતા ત્‍યારે  અમરેલી એસઓજી પોલીસે તેમને  રૂા. ર,પ૪,૦૦૦નાં મુદામાલ સાથે  ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ  ધરી હતી. 

ચોરી

વડિયા તાલુકાનાં  ભાયાવદર ગામે રહેતા અને મજૂરી  કામ કરતા રસીકભાઈ સવજીભાઈ  ધામેલીયા નામનાં પપ વર્ષીય આધેડનાં  બંધ મકાનમાં કોઈ અજાણ્‍યા ચોર  ઈસમે તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી  સોના-ચાંદીનાં દાગીના કિંમત રૂા.  ૬૭૦૦ તથા બાજુમાં રહેતા ચંદુભાઈ  અરવિંદભાઈ રાણાવડીયાની મોટર  સાયકલ કિંમત રૂા. ૪ હજાર મળી  કુલ રૂા. ૧૦૭૦૦નાં મુદામાલની  કોઈ તસ્‍કર ચોરી કરી લઈ  ગયાની ફરિયાદ વડિયા પોલીસમાં.

(1:35 pm IST)