Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

અમરેલીમાં બાળા ઉપર દુષ્‍કર્મ આચરનાર યશ ભટ્ટ સાથે તેના પિતાની પણ સંડોવણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૪: શહેરના ચક્કરગઢ રોડ ઉપર આવેલ રામવાડી શેરી નં. ૪ માં ઘટેલ હતી. જેમાં યશ મહિપત ભટ્ટ નામનાં યુવાને એક અગિયાર વર્ષ અને પાંચ મહિનાની માસુમ બાળાનું અપહરણ કરી પોતાનાં ઘરે લઈ આવેલ હતો. જેનામાં પુરતી સમજણ શકિત પણ નથી તેવી બાળકીને લિપકીસ કરી પોતાની વાસના સંતોષવા શારીરિક છેડછાડ કરેલ હતી. બાદમાં મોબાઈલમાં બિભત્‍સ ફોટા પણ દર્શાવેલ હતા. મોબાઈલમાં બિભત્‍સવૃત્તિ જોઈ યુવાનમાં રાક્ષસી વાસનાનો કીડો સળવળી ઉઠેલ હતો. બાળા સાથે બિભત્‍સ ચેનચાળા કર્યા બાદ પોતાની વાસના સંતોષી દુષ્‍કર્મ આચરેલ હતું આ હેવાન શખ્‍સે છેલ્લા ૬ માસથી અનેકવાર દુષ્‍કર્મ આચરેલ હતું. વાસનામાં અંધ બનેલ હેવાને સૃષ્‍ટિ વિરૂઘ્‍ધનું કૃત્‍ય પણ આચરેલ હતું. પોતાની માસુમ પુત્રી સાથે બનેલ અઘટિત ઘટનાથી માં નું હૃદય દ્રવી ઉઠેલ હતું. પોતાની પુત્રી સાથે છેલ્લા ૬ માસથી દુષ્‍કર્મ અને સૃષ્‍ટિ વિરૂઘ્‍ધનું કૃત્‍ય આચરતા શખ્‍સ વિરૂઘ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાવવા જતી માતાને હેવાન શખ્‍સનાં પિતાએ પોતાના પુત્રએ આચરેલ દુષ્‍કર્મને છાવરવાની હિનવૃત્તિ આચરેલ હતી અને ફરિયાદ કરવા જતી માતાને ફોન કરી બિભત્‍સ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. તેથી હેવાન  શખ્‍સનાં પિતા મહિપત હિંમતલાલ ભટ્ટને પણ દુષ્‍કર્મમાં મદદગાર આરોપી તરીકે દર્શાવેલ હતા. દુષ્‍કર્મની ઘટના અંગે ઈન્‍ચાર્જ પીઆઈ એમ.એ. મોરીએ તપાસ હાથ ધરતા ભારે ચકચાર જાગેલ હતી.

(1:52 pm IST)