Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સાવરકુંડલા ખાતે મુસ્‍લિમ બિરાદરો દ્વારા ઇદ ઉલ ફિત્રનો તહેવાર કોમી એકતા અને ભાઇચારાની લાગણી વચ્‍ચે સંપન્‍ન : પીરે સૈયદ દાદાબાપુ અને મુનિરબાપુએ ઇદગાહે નમાજ અદાકરી : દેશમાં અમનો અમન શાંતિ અને કોમી એકતા અને ભાઇચારાની લાગણી વધુ મજબુત બને તેવી દુઆ કરવામાં આવી

સાવરકુંડલાઃ કોમી એકતા અને ભાઈચારાની લાગણી વચ્‍ચે ઈદ ઉલ ફિત્રનો તહેવાર સંપન્ન થયો દેશમાં અમનો અમન શાંતિ અને ભાઈ ચારા અને કોમી એકતાની લાગણી વધુ મજબૂત બને તેવી દુઆ કરવામાં આવી હતી.રમજાન મહિના ની ખુશી એટલે રમજાન ઈદᅠ પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં તેની ખુશીમાં સાવરકુંડલા ખાતે હજારોની સંખ્‍યામાં મુસ્‍લિમ બિરાદરો એ ઈદગાહમાં સામુહિક ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી હતી અને આપણા ગુજરાત અને ભારત દેશમાં હંમેશા અમનો અમન શાંતિ અને ભાઈચારા અને કોમી એકતાની લાગણી વધુ મજબૂત બને તેવું મુસ્‍લિમ બિરાદરોએ સામુહિક દુઆ કરેલ હતા અને ઈદના પાવન અવસર પર મુસ્‍લિમોને હિન્‍દૂ ભાઈ ઓ એ રૂબરૂ મેસેજ અને ટેલિફોનિકથી ઈદની શુભકામના પાઠવી કોમી એકતા નું મહા ઉદાહરણ પુરૂ પડેલ હતુંᅠ પીરે તરીકત સરકાર સૈયદ.દાદાબાપુ કાદરી. પીર સૈયદ મુનિરબાપુ કાદરી નુરાની બાપુ. પીર તરીકત સરકાર સૈયદ અબ્‍દુલકાદરબાપુ કાદરી વિગેરે સદાતે કિરમ ઉલમાં એ કરામ વિવિધ સમાજ ના પ્રમુખો આગેવાનો વિગેરે મોટી સંખ્‍યામાં મુસ્‍લિમો ઈદગાહે એકઠા થઈ સામુહિક નમાજ અદાકારી હતી. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:30 pm IST)