Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સાવરકુંડલાના કાનાતળાવ ગામ ખાતે સ્‍વામીનારાયણ મહોત્‍સવ ઉજવાશે

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૪ :.. તાલુકાના કાના તળાવ ગામમાં પરમ પૂજય સ. ગુ. અ. નિ. શ્રી નારણપ્રસાદ સ્‍વામીએ એંસી વર્ષ પહેલા ભગવાન શ્રી સ્‍વામીનારાયણ ભગવાનનું મંદિર બાંધવામાં આવેલું, જે મંદિર સમય જતા જીર્ણ થતા સમસ્‍ત કાના તળાવ સત્‍સંગ સમાજ દ્વાર આર્થિક સહયોગથી વિસ વર્ષ પહેલા ભવ્‍ય નૂતન સ્‍વામીનારાયણ મંદિરનું પુનઃ નિર્માણ કરી પ.પૂ. ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્‍દ્રપ્રસાદજીનાં વરદ હસ્‍તે મૂર્તિ પ્રતિષ્‍ઠા કરવામાં આવેલી. તે મંદિરના વીસમાં પાટોત્‍સવ પ્રસંગે ધર્મફુલ આશ્રીત કાના તળાવ સત્‍સંગ સમાજ દ્વારા સ્‍વામીનારાયણ મહોત્‍સવનું રૂડુ આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ અંતર્ગત સ્‍વામીનારાયણ સંપ્રદાયનાં મહાન ગ્રંથરાજ શ્રીમદ સત્‍સંગ જીવન સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્‍યું છે. પારાયણના વકતાપદે દેશ-વિદેશમાં સુપ્રસિધ્‍ધ કથાકાર વડતાલ નિવાસી સંત પૂજયશ્રી કેવલ્‍યસ્‍વરૂપદાસજીસ્‍વામી બીરાજી ગીત-સંગીત સાથે કથા મૃતનું તા. ૧૦-પ-રર થી તા. ૧૬-પ-રર સુધી રસપાન કરાવશે. સાથે હરિયાગ (યજ્ઞ)નું પણ આયોજન કરવામાં આવ્‍યુ છે. અને મહોત્‍સવ દરમિયાન યજ્ઞ દર્શન - સંત દર્શન-ધર્મફળ દર્શન- અભિષેક દર્શન, અન્નકુટ દર્શન કરવા પધારવા સ્‍થાનીક તેમજ બહારગામ વસતાં સત્‍સંગીઓને સહપરિવાર આમંત્રણ મહોત્‍સવ આયોજન સમિતિ દ્વારા પાઠવાયા છે. સમગ્ર મહોત્‍સવ સ્‍વામીનારાયણ વડતાલ ગાદીનાં માર્ગદર્શન મુજબ ઉજવાશે. તેમ ગઢડા સ્‍વામી મંદિરનાં પૂર્વ ચેરમેન અને અગ્રણી સત્‍સંગી ગોરધનભાઇ કાનાણીની યાદીમાં જણાવાયું છે.

(1:27 pm IST)