Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

૮૪ હેક્‍ટરમાં પથરાયેલા જૂનાગઢ સ્‍થિત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની અભ્‍યાસ મુલાકાત લેતી વન અને પર્યાવરણ સંસદિય સ્‍થાયી સમિતિઃ સમિતિના ચેરમેન જયરામ રમેશ-સાસંદ પરિમલ નથવાણી સહિતના સાંસદોએ સક્કરબાગના તમામ વિભાગોનું તલસ્‍પર્શી નિરિક્ષણ કર્યુ

એશિયાઇ સિંહ માટેનું મુખ્‍ય આકર્ષણ અને સંવર્ધન કેન્‍દ્રઃ સક્કરબાગ બ્રિડીંગ સેન્‍ટરના સિંહો વિશ્વમાં ગર્જના કરે છેઃ ગીધ સંવર્ધન કેન્‍દ્ર ૨૦૧૦ કાર્યરતઃ ફાઇવ સ્‍ટાર હોટેલ કરતા વધુ વાનગીઓ પીરસાઇ છે વન્‍યપ્રાણી પક્ષીઓને

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢતા.૪: ગિરનારની પર્વતમાળાની નજીક ૮૪ હેક્‍ટરમાં પથરાયેલા જૂનાગઢ સ્‍થિત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની વન, પર્યાવરણ અને ટેકનોલોજી વિભાગ સંબંધિત સંસદિય સ્‍થાયી સમિતિએ આજે અભ્‍યાસ મુલાકાત લીધી હતી.

આ સમિતિના ચેરમેન જયરામ રમેશ, રાજ્‍યસભાના સાંસદ, રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર અને વન્‍યજીવ પ્રેમી  પરિમલભાઇ નથવાણી, સાંસદ સાક્ષી મહારાજ મતી વંદના ચાવન,  નબમ રેબીયા, મતી રજની પાટીલ, ગુહરામ અજગેલ,  સુદર્શન ભગત, ડો.જયંતાકુમાર રોય, રામ શીરોમણી વર્મા,  જોગીની પાલી સંતોષ કુમાર,  કોથા પ્રભાકર રેડ્ડી સહિત   સમિતિના સભ્‍યોએ સક્કરબાગના તમામ વિભાગની મુલાકાત લઇ ઝૂ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ અભિષેક કુમાર અને વન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ પાસેથી તલસ્‍પર્શી વિગતો મેળવી હતી.

૧૮૬૩ થી કાર્યરત સક્કરબાગ ઝૂ એશિયાઇ સિંહ માટેનું મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર છે. અહીં એશિયાઇ સિંહ માટેનું એકમાત્ર બ્રિડીંગ સેન્‍ટર છે. તેમજ વર્ષ ૨૦૧૦ થી વલ્‍ચર બ્રિડીંગ સેન્‍ટર પણ અહીં શરૂ કરાયેલ છે. અહીં રાખવામાં આવેલ વન્‍યપ્રાણીઓ પક્ષીઓ, મગર સહિતના માટે ફાઇવસ્‍ટાર હોટેલમાં જેટલી વાનગીની જરૂર ના પડે તેનાથી વધુ વિવિધતા ધરાવતી વાનગીઓની આવશ્‍યકતા રહેશે. વન્‍યપ્રાણીઓ માટે માંસાહાર,  શાકાહાર,  તળણભક્ષી પ્રાણીઓ માટે ઘાસચારો,  પક્ષીઓ માટે ફળ સહિત ખોરાક આપવામાં આવે છે.

સમિતિના સભ્‍યોએ સક્કરબાગમાં કાર્યરત અધ્‍યતન હોસ્‍પીટલ અને લેબોરેટરીનીની પણ મુલાકાત લઇ વન્‍યપ્રાણીઓ પક્ષીઓની ખોરાકની ટેવો તેમને અપાતો ખોરાકની ઝીણવટભરી માહિતી મેળવવા સાથે પ્રાણીઓની ગર્ભ અવસ્‍થામાં આપવામાં આવતા ખોરાકની પણ જાણકારી મેળવી હતી.

ઉનાળાની ગરમીમાં પ્રાણી-પક્ષીઓના રખ-રખાવ, શિયાળાની ઠંડીમાં અપાતા રક્ષણ સાથે સંવર્ધન સંરક્ષણ અને માવજત માટે ઝૂ ઓથોરીટી દ્વારા લેવાતી કાળજી અંગે પણ સમિતિના સભ્‍યો અવગત થયા હતા.ઉનાળામાં ગરમીથી રક્ષણ માટે સતત પાણીનો છંટકાવ, સિંહબાળ ના ઉછેર અને ખોરાક માટે લેવાતી વિશેષ કાળજીની પણ વિગતો સમીતિના સભ્‍યોએ મેળવી હતી. સક્કરબાગ પ્રાણીસંગહાલયમાં નાશપ્રાય પ્રજાતિઓ વન્‍યપ્રાણી પક્ષીઓ જેવા કે, એશિયાઇ સિંહ, ભારતીય વરૂ,  જંગલી ઘુડખર, ગીધ અને ચોશીંગાના કન્‍ઝર્વેશન અને બ્રિડીંગ સેન્‍ટરની સમિતિના સભ્‍યોએ મુલાકાત લીધી હતી.સક્કરબાગ ઝૂની મુલાકાત વેળાએ સમિતિના સભ્‍યોને વન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ  વાસ્‍તવ,  શર્મા, ડો.રમેશકુમાર,  આરાધના શાહુ,  ધીરજ મિતલ, ડો.સુનિલકુમાર બેરવાલ,  અભિષેક કુમારે સક્કરબાગ તેમજ વન્‍યપ્રાણી સંબંધિ તલસ્‍પર્શી વિગતો આપી હતી.

અશોક શિલાલેખની મુલાકાત લીધી

જૂનાગઢની મુલાકાતે આવેલા સંસદિય સ્‍થાયી સમિતિના ચેરમેન ચેરમેન જયરામ રમેશ, રાજ્‍યસભાના સાંસદ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર અને વન્‍યજીવ પ્રેમી  પરિમલભાઇ નથવાણી, સાંસદ સાક્ષી મહારાજ મતી વંદના ચાવન,  નબમ રેબીયા, મતી રજની પાટીલ, ગુહરામ અજગેલ,  સુદર્શન ભગત, ડો.જયંતાકુમાર રોય, રામ શીરોમણી વર્મા,  જોગીની પાલી સંતોષ કુમાર,  કોથા પ્રભાકર રેડ્ડી સહિતનાએ ભવનાથ તળેટી ખાતે આવેલ અશોકના શિલાલેખની મુલાકાત લીધી હતી. સમિતિના સભ્‍યોએ અશોકના શીલાલેખની ઐતિહાસીક વિગતોની પણ જાણકારી મેળવી હતી.

(1:26 pm IST)