Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

પોરબંદરને અતિ આધુનિક પ૦૦ બેડવાળી હોસ્‍પિટલ તથા મેડીકલ કોલેજની ભેટ : બિલ્‍ડીંગોના નિર્માણ કાર્યોની તૈયારીઓ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને બાબુભાઇ બોખીરીયા દ્વારા સફળ રજુઆત : પોરબંદર નજીક વનણા બાયપાસ પાસે હોસ્‍પિટલ અને મેડીકલ કોલેજ સાકાર કરવા ૩૦૦ થી વધુ કરોડનો ખર્ચ કરશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪ :  પોરબંદર જિલ્લામાં અદ્યતન પ્રકારની મેડીકલ સેવા મળી શકે તેવી સુવિધા માટે ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયાએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોડીને પત્ર તથા ત્‍યાર પછી વડાપ્રધાનને રૂબરૂ રજુઆત કર્યા બાદ નરેન્‍દ્રભાઇ મોદીએ પોરબંદરને અતિ આધુનિક પ૦૦ બેડની હોસ્‍પિટલ તથા મેડીકલ કોલેજની મંજુરી આપી દીધી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યું છે કે જિલ્લામાં અત્‍યંત આધુનિક મેડીકલ કોલેજ અને હોસ્‍પિટલનું નિર્માણ કાર્ય શરૂ થવા જઇ રહ્યું છે. જિલ્લામાં ઉત્તર પ્રકારની મેડીકલ સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે ધારાસભ્‍ય બાબુભાઇ બોખરીયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીને અને ભારત સરકારને પત્ર દ્વારા તથા રૂબરૂ મુલાકાત કરી અને રજુઆત કરી અને પ્રધાનમંત્રીએ અત્‍યંત આધુનિક મેડીકલ કોલેજની મંજુરી આપી છે. આ હોસ્‍પિટલ તથા કોલેજનું નિર્માણ કાર્ય ટુંક સમયમાં  શરૂ થવા થઇ રહ્યું છે. તેની ડિઝાઇન બની ગઇ છે. ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા સતત તે કાર્યવાહીનું સમયસર ફોલોઅપ કરી રહ્યા છે અને ખુબ સુવિધાથી ભરપુર મેડીકલ કોલેજ નિર્માણ થશે.

જયારે આવું સરસ કાર્ય જિલ્લાવાસીઓ માટે થવાનું છે ત્‍યારે વિરોધપક્ષ કોંગ્રેસના લોકો લીબડજશ લેવા અધીરા બને છે અને પોરબંદર જિલ્લાના લોકોને મુર્ખ સમજી અફવા ઉડાવતા આવ્‍યા છે કે મેડીકલ અફવા ઉડાવતા આવ્‍યા છે કે મેડીકલ કોલજે રદ થઇ ગયેલ છે અને તે બનવાની નથી વગેરે, પરંતુ વાસ્‍તવિકતા એવી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોરબંદરની ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય તેવા હેતુથી આગળ વધી રહ્યાં છે. તેમ કિરીટભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

આ કોલેજ અને હોસ્‍પિટલ ૧૯.૭ એકર જગ્‍યામાં વનાણા ખાતે બાયપાસ ખાતે નિર્માણ કરવામાં આવશે અને આ હોસ્‍પિટલમાં દરેક સુવિધા સાથે હોસ્‍ટેલ, બાગ બગીચા દરેક પ્રકારની લેબોરેટરી ઓપરેશન રૂમ અને ૩૦૦ કરોડ કરતા વધારે ખર્ચ સાથે પ૦૦ બેડની હોસ્‍પિટલ તૈયાર કરવામાં આવશે જે જિલ્લા માટે આશીર્વાદરૂપ બનશે તેમ કિરીટભાઇ મોઢવાડીયા જણાવેલ છે.

(1:25 pm IST)