Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

વિસાવદર સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્‍મજયંતિની ભવ્‍ય શોભાયાત્રા : બાઇક રેલી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૪ : વિસાવદર સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન વિષ્‍ણુના છઠા અવતાર ભગવાન પરશુરામની જન્‍મ જયંતિની ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં સૌ પ્રથમ ગાયત્રી મંદિર સ્‍ટેશન રોડ ઉપરથી બપોરના ૪-૦૦ કલાકે ભદેવો દ્વારા તિલક ધજા પતાકા,અને વિવિધ વાહનો શણગારી બાઇક રેલી શહેરભરમાં નીકળેલ હતી ત્‍યાર બાદ વિવિધ ટેક્‍ટરોમાં શણગાર કરી શહેરના વિવિધ વિસ્‍તારો માંથી શોભાયાત્રા નીકળી હતી જેમાં ડી જે ના તાલે બ્રહ્મ બંધુઓ તથા તેમના પરિવારના બહેનો, માતાઓ,વડીલો તથા બાળકો પરશુરામᅠ ભગવાનના તથા મહાદેવના જયઘોષ સાથે શહેરના મુખ્‍ય માર્ગો ઉપર શોભયાત્રા સ્‍વરૂપે નીકળી રાશ ગરબા સાથે બ્રહ્મ સમાજ વાડી કાબરા દરવાજા સુધી ગયેલ જયાં બ્રહ્મ અગ્રણી નિલેશભાઈ જોશી દ્વારા દરેક બ્રહ્મ પરિવાર માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિશ્વ હિન્‍દૂ પરિસદના પ્રમુખ હરેશ સાવલિયા,અરવિંદ ગોંડલીયા તેમજ માનવ સેવા સમિતિના રમણીક દુધાત્રા તેમજ કોંગ્રેસ તાલુકા પ્રમુખ કકરશનભાઇ વડોદરિયા સહિત ના જોડાયેલ હતા.

ત્‍યારે સમભાવ મિત્ર મંડળ દ્વારા રથયાત્રા મા જોડાયેલ ભાવિકોને દૂધકોલ્‍ડિંક પાવામાં આવ્‍યું હતુ તેવીજ રીતે ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કાનાબાર દ્વારા પણ દૂધકોલ્‍ડિંક પાવામાં આવ્‍યું હતુ પરશુરામ ભગવાનની શોભાયાત્રામા યુવાનો દ્વારા જુદા જુદા કરતબ કરવામાં આવ્‍યા હતા તેમજ ઘોડા સવારી તેમજ દ્યોડા દ્વારા પણ કરતબ કરવામાં આવ્‍યા હતા ત્‍યારે શોભાયાત્રામા બહેનો પણ મોટી સંખ્‍યામા જોડાયા હતા વિસાવદર શહેરમાં નીકળેલી આ શોભાયાત્રા માં બ્રહ્મ પરિવારના સભ્‍યોની મોટો પ્રમાણમાં હાજરી જોવા મળેલ હતી ઉપરાંત વિસાવદર તાલુકાના ગ્રામ્‍ય પંથકમાંથી પણ ભૂદેવો સહ પરિવાર હાજર રહી શોભાયાત્રામાં તથા બાઇક રેલીમાં હાજરી આપી હતી જેમાં પરશુરામ યુવા સંસ્‍થાના યુવકો દ્વારા હાથમાં ધજા પતાકા તથા ફરશી સાથે શોભાયાત્રામાં જોડાયેલા હતાઆᅠ શોભાયાત્રામાં બ્રહ્મ કુમાર પીનાકᅠ નિલેશભાઈ જોશી દ્વારા આબેહૂબ ભગવાન પરશુરામનો વેશ ધારણ કરી ટેક્‍ટરમાં પરશુરામના બાળ સ્‍વરૂપે સાક્ષાત હોય તે રીતે લાગતા લોકોનો ટોળે ટોળા આ બાળ પરશુરામ ભગવાનના દર્શન કરવા ઉમટી પડેલ હતા.

આ પ્રસંગેᅠ સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિજુભાઈ વિકમાં તથા બ્રહ્મ સમાજના મનોજભાઈવિકમાં,હરેશભાઇ મહેતા, હર્ષદભાઈ દવે તથા નામી અનામી અનેક વડીલો તથા સમાજના લોકો જોડાયેલ હતા આ પ્રસંગે વિસાવદર શહેરના તથા ગ્રામ્‍ય પંથકના તમામ રાજકીય આગેવાનો વિવિધ સંસ્‍થાના લોકો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો પણ જોડાયેલા હતા આ શોભાયાત્રામાં વિસાવદર પોલીસ દ્વારા શોભાયાત્રા દરમિયાન કોઈ સુંદર બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

(1:24 pm IST)