Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જેતપુરના સાડી ઉદ્યોગકારો માટે ઉજળો અવસર

ભાભાપરમાણુ દ્વારા પ્રદુષીત પાણીને અત્‍યંત શુધ્‍ધ કરતા ભારતનો પ્રથમ ડાઇ વેસ્‍ટ વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન કાર્યરત કરાયો હેવી કેપેસીટીનો પ્‍લાન્‍ટ ભવિષ્‍યમાં લગાવાશેઃ જેન્‍તીભાઇ રામોલીયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૪ :.. દેશ દેશાવરમાં ખ્‍યાતી પામેલ શહેરનો કોટન પ્રીન્‍ટીંગ ઉદ્યોગ અનેક મુશ્‍કેલીઓનો સામનો કરે છે. એર પોલ્‍યુશન, વોટર પોલ્‍યુશનના નિકાલ માટે વખતો વખત પગલા લેવામાં આવે છે. નવી નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરી પ્રદુષણને નાબુદ કરવા ડાઇંગ એસોસીએશનના પ્રમુખ દ્વારા પ્રયત્‍નો કરવામાં આવતા રહ્યો છે.

પ્રદુષીત અને કલર યુકત પાણીને શુધ્‍ધ કરી ફરી ઉપયોગમાં લઇ શકાય તે માટે પરમાણુ ઉર્જા રેડીયેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ દેશના પ્રથમ હાઇ વેસ્‍ટ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટનું લોકાર્પણ ડાઇંગ એસોસીશનના સહકારથી કરવામાં આવેલ.

આ બે યુનિટો દ્વારા ૪૦,૦૦૦ લીટર પાણીને શુધ્‍ધ કરી શકાશે. ભાભા પરમાણુ અનુસંધાન કેન્‍દ્રના ડાયરેકટ ડો. અજીતકુમાર મોહતાએ આ ટેકનોલોજી અંગે જણાવેલ કે આ પ્‍લાન્‍ટેથી પ્રદુષીત પાણી શુધ્‍ધ કરી ઇન્‍ડસ્‍ટ્રીઝ, ખેતી સહિતની અન્‍ય જગ્‍યાએ ફરી ઉપયોગ કરી શકાશે. આ પ્રોસેસ સફળ થવા વધુ કેપેસીટીનો પ્‍લાન્‍ટ વિકસાવાશે.

આ લોકાર્પણ પ્રસંગે આઇ. પી. આર. ગાંધીનગરના ડાયરેકટર ડો. સરયંગ ચર્તુવેદી એસો. પ્રમુખ જેન્‍તીભાઇ રામોલીયા, એસ. ડી. એમ. જે. એન. લીખીયા, જીપીસીબીના અધિકારી કે. બી. વાઘેલા, ભાભા પરમાણુ કેન્‍દ્રના ડો. વીરેનકુમાર, ડો. નીલાંજલી મીશ્રા, પી. જે. મહેતા, મામલતદાર અઘેરા સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં.

પાણી ૭ પીએચ, ન્‍યુટલવેલ્‍યુ આરઓથી વધુ ચોખ્‍ખુ થશે

 ડો. વી. કે. ભારદ્વાજ એસોસીએશનની સામાકાંઠે આવેલ સી.ઇ.ટી.પી. સાઇટ પર મુકેલ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટના બે યુનીટો દ્વારા અંદાજીત ૪૦ હજાર લીટર પાણી શુધ્‍ધ થઇ શકશે જેનુ પી.એચ. લેવલ ૭ ન્‍યુટલ વેલ્‍યુ આવતા તેનો ફરી ઉપયોગ કરી શકાશે.

પ્રદુષણને નામશેષ કરવા હેવી કેપેસીટીનો પ્‍લાન્‍ટ લગાવાશેઃ જેન્‍તીભાઇ રામોલીયા

શહેરનો ગંભીર પ્રશન પાણી પ્રદુષણનો રહેતો હોય અવાર નવાર એસો.ના પ્રમુખ દ્વારા આધુનિક ટેકનોલોજીકનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. પ્રદુષણને નામશેષ કરવા ભાભા પરમારુ ઇન્‍સટયુટ દ્વારા લગાવાયેલ પ્‍લાન્‍ટ હેવી કેપેસીટીનો ભવિષ્‍યમાં કાર્યરત કરવા પ્રયત્‍નો કરાશે. જેથી સાડી ઉદ્યોગ માટે ઉજળા દિવસો આવશે.

(1:22 pm IST)