Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જામનગર ભાગવત કથામાં કૃષ્‍ણ ભકિતમાં લીન મીરાબાઇ

જામનગર તા. ૪ : જામનગરના આંગણે ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના તૃતીય દિવસે કથાના સત્રના અંતિમ ચરણ પછી આરતીના સમયે કૃષ્‍ણ ભગવાન અને મીરાબાઈના પાત્ર સાથેની વેશભૂષામાં બે કન્‍યાઓ મંચ પર ઉપસ્‍થિત રહી હતી, અને ભગવાન કૃષ્‍ણની ફરતે મીરાબાઈની વેશભૂષા ધારણ કરનાર કન્‍યાએ તંબુરાના તાલે ભગવાન કૃષ્‍ણની ભક્‍તિમાં લીન બની જઇ કૃષ્‍ણ ગીતો ગાઈને નૃત્‍ય રજૂ કર્યું હતું. જયારે કૃષ્‍ણ ભગવાન પણ મોરલીના સુરત રેલાવતા દૃશ્‍યમાન થયા હતા. ᅠજે દ્રશ્‍ય કથા મંડપમાં ઉપસ્‍થિત સૌનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. જયારે શ્રી કૃષ્‍ણ મીરાબાઈનુ પાત્ર ભજવનારની સાથે અને શ્રોતાગણે પોતાના મોબાઈલમાં સેલ્‍ફી પડાવી હતી. (તસ્‍વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી - જામનગર)

(1:20 pm IST)