Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જુનાગઢમાં પરશુરામ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રામાં સાધુ-સંતો અને ભુદેવો ઉમટી પડયા

જુનાગઢ તા. ૪ : સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રુખ વિશાલ જોષી મહામંત્રી પી.સી.ભટ્ટ અને સમગ્ર ટીમ દ્વારા આયોજીત પરશુરામ જન્‍મોત્‍સવની શોભાયાત્રામાં ભુદેવ  પરિવારો બહોળી સંખ્‍યામાં ઉમટી પડયા હતા ઉપરોકત તસ્‍વીરમાં આ શોભાયાત્રામાં જોડાયેલ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનની ટીમ સાથે ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી સાંસદ રાજેશભાઇ ચુડાસમા પુનિતભાઇ શર્મા તેમજ જુનાગઢ જિલ્લા સમસ્‍ત બ્રહ્મ સમાજમાં પ્રમુખ કે.ડી.પંડયા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી, જીતુભાઇ પંડયા, શૈલેષ દવે, અશોકભાઇ ભટ્ટ, છેલભાઇ જોષી, હિમાંસુ પંડયા, હસુભાઇ જોશી, અશોકભાઇ પંડયા, કમલેશ ભરાડ તેમજ શોભાયાત્રાના અધ્‍યક્ષ પુ.મુકતાનંદબાપુ તેમજ ઘોડેશ્વરી કરી શોભાયાત્રામાં જોડાયેલ ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર કાર્તિક ભટ્ટ તેમજ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તેમજ ભાગવતાચાર્ય મહાદેવપ્રસાદજી અને ૧૮ થી વધુ ભગવાન પરશુરામના ઝાંખી કરાવતા આકર્ષક ફલોટસ ૧ કિ. મી. લાંબી આ શોભાયાત્રાનું રૂટ ઉપર અનેક જગ્‍યાએ ઠંડા પીણા પિવડાવી સ્‍વાગત કરાયુ હતું. કાળવા ચોક ખાતે દલિત સમાજના યુવા લડાકુ નેતા રાજૂભાઇ સોલંકી, રાવણ લાખાભાઇ પરમાર સહિતના આગેવાનોએ સન્‍માન કરેલ હતું. બાદમાં આ શોભાયાત્રા બહાઉદીન કોલેજ ખાતે સભાના રૂપમાં સંપન્‍ન થયેલ જેમાં પૂ. મુકતાનંદબાપુ તથા મહાદેવપ્રસાદજીએ આશિર્વચન આપેલ અને આ તકે જયદેવભાઇ જોષીએ જણાવ્‍યું હતું કે આગામી દિવસોમાં જુનાગઢ નજીક ઇવનગર પાસે ૬ વિઘા જમીનમાં પરશુરામધામનું નિર્માણ થશે જેની સુથી પેટે ૧૧ લાખનો ચેક અર્પણ કરેલ. તેમજ આગામી ૧૭ ના પૂ. મુકતાનંદબાપુના જન્‍મદિન નિમિતે યોજાનાર રકતદાન કેમ્‍પમાં સૌ ભુદેવોને રકતદાન કરવા અપીલ કરી હતી.

 તેમજ આ શોભાયાત્રા શ્રેષ્‍ઠ દેખાવ કરનાર ત્રણ ફલોટસને બહાઉદીન કોલેજના પ્રિન્‍સીપાલ આર.પી.ભટ્ટ તથા પ્રો.મનીષ જાનીના નિર્ણાયક તરીકે સેવા બાદ પ્રોત્‍સાહીત ઇનામો અપાયા હતા અને બહાઉદીન કોલેજ ખાતે સૌ ભુદેવ પરીવારોએ લાડવા સ્‍ટીમ ઢોકળા શાક રોટલી દાળભાત છાસ સહીતનું ભોજન પ્રસાદ લીધો હતો જેની સમગ્ર વ્‍યવસ્‍થા કોર્પોરેશનના અધિકારીઓ સર્વશ્રી રાજુભાઇ ત્રિવેદી રાજુ મહેતા વિરલ જોશી સહીતનાએ જહેમત ઉઠાવી હતી. (અહેવાલઃ વિનુ જોશી તસ્‍વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:20 pm IST)