Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કુતિયાણા તાલુકા અને મહિયારીનું ગૌરવઃ પોરબંદર

 ખેલ મહાકુંભ ર૦ર૧-રર નું જીલ્લા કક્ષાનુ કબ્‍બડી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઓપન એજ ગ્રુપમાં જુદા-જુદા ૬ તાલુકાઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો જેમાં આ રમતની ફાઇનલ મેચમાં મહિયારી સામે રાણાવાવ આમને સામને આવી હતી અને એક રોમાંચક મેચ જોવા મળ્‍યો અંતે મહિયારી ગામની ટીમ મેચ જીતી હતી અને જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી મહિયારી તથા કુતિયાણા તાલુકાનું ગૌરવ વધારેલ. છે.મહિયારી ગામની ટીમ રાજયકક્ષાએ પોરબંદર જીલ્લાનું પ્રતિનિધિત્‍વ કરી આગળ રમવા માટે જશે મહિયારી ટીમ તથા ગામને કોંગ્રેસ જીલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તરફથી અભિનંદન તથા રાજયકક્ષાએ પોરબંદર જિલ્લા તથા મહિયારી ગામનુ નામ રોશન કરે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી વિજેતા ટીમની તસ્‍વીર

(1:19 pm IST)