Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જામનગરના પસાયા મહાકાળી માતાજીના મંદિરે લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ વરસ્‍યો

જામનગર : જામનગરના પસાયા ગામે ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાજીના મંદિરે લોકડાયરામાં રાજભા સહિતના ખ્‍યાતનામ કલાકારો ઉપર પૈસાનો વરસાદ વરસ્‍યો હતો. જામનગરથી કાલાવડ હાઇવે ઉપર આવેલ પસાયા ગામના ડુંગર ઉપર બિરાજતા મહાકાળી માતાજીના મંદિરે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. હા આયોજન દરમિયાન રાત્રિના ગઈકાલે ગુજરાતના ખ્‍યાતનામ કલાકાર રાજભા ગઢવી, જાણીતા ભજનિક રામદાસ ગોંડલીયા સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. મંદિરના લાભાર્થે યોજાયેલા આ કાર્યક્રમ દરમ્‍યાન ડાયરામાં આસપાસના ગામના લોકો નાત જાતનાં ભેદભાવ ભુલીને કલાકારો ઉપર ચલણી નોટોનો વરસાદ વરસાવી ઘોર કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:18 pm IST)