Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જામનગરમાં આર્થીક સંકળામણના કારણે ગળાફાંસો ખાઈ આયખું ટુંકાવ્‍યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪:  અહીં મહાપ્રભુજીની બેઠક પાસે, શાલુપીરની દર્ગી પાસે, જામનગરમાં રહેતા અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ પરમાર, ઉ.વ.૪ર એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર-પ-ર૦રરના આ કામે મરણજનાર નિલેશભાઈ દામજીભાઈ કછટીયા, ઉ.વ.૩પ, રે. રાધીકા સ્‍કુલની બાજુમાં, શંતોજા સોસાયટી, જામનગરવાળા એ ફાઈનાન્‍સ માથી હોમ લોન લીધેલ હોય અને આર્થીક પરિસ્‍થિતી સારી ન હોય જેથી આર્થીક સંકળામણ ના કારણે કંટાળી જઈ પોતાના ઘરે પોતાની જાતે છતના પંખામાં સાળી વડે ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિરેનભાઈ માંડાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-પ-ર૦રરના એકડે એક બાપુની દરગાહ તરફ જતા રોડ પર ઈટના ભઠ્ઠા પાસે રોડ ઉપર, જામનગરમાં આરોપીઓ જુનશભાઈ જુસબભાઈ લંઘા, રફીકભાઈ ઉમરભાઈ આધિયા, ઈકબાલભાઈ ગફારભાઈ જામ, ઈકબાલભાઈ મુસાભાઈ ફકીર, યુનુશભાઈ ઈસ્‍માઈલભાઈ નાઈ, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોડકા રૂ.૧૦ર૧૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બોલેરો પીકઅપ વાહને હડફેટે લેતા મોત

પંચકોષી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં પ્રવિણભાઈ રાજુભાઈ ગોહિલ, ઉ.વ.ર૬, રે. સીયાણીની પોલ ભીલવાસ નાકે, વઢવાણ, જિ.સુરેન્‍દ્રનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-પ-ર૦રરના ફલ્લા ગામે કંકાવટી કેનાલની પાસે ફરીયાદી પ્રવિણભાઈનું વાહન પીકઅપ બોલેરો આરોપી રાજાભાઈ ગાંડાભાઈ મકવાણા એ પુરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી મરણજનાર તુષારભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા મૃત્‍યુ નિપજાવી તેમજ અન્‍ય સાહેદોને શરીરે નાની-મોટી ઈજાઓ કરી ગુનો કરેલ છે.

સપડા ગામ તરફ જતા રસ્‍તે ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો ઝડપાયો : આરોપી ફરાર

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-પ-ર૦રરના અલીયાબાડા ગામ, નવોદય વિદ્યાલયથી અડધો કિલોમીટર દૂર સપડા ગામ તરફ જતા ગાડા મારગમાં આરોપી રીક્ષા છકડોના ચાલકે ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૧૩ર, કિંમત રૂ.પર,૮૦૦/- તથા છકડો રીક્ષા જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,પર,૮૦૦/- ના મુદામાલ ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિકકા ગામે ખુલ્લા વાડામાં હાથફેરો કરતો તસ્‍કર

સિકકા પોલીસ સ્‍ટેશનમાં વિમલભાઈ કેશવજીભાઈ પઢીયાર, ઉ.વ.૪૪, રે. શ્રીજી પરીસર એપાર્ટમેન્‍ટ, દિગ્‍જામ સર્કલ પાસે, એસ.બી.શર્મા સ્‍કુલ રોડ, મેહુલનગર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-પ-ર૦રરના ડી.સી.સી. સિમેન્‍ટ કંપનીના ડાઈડોકની પાસે, ખુલ્લા વાડા સિકકા ગામે ફરીયાદી વિમલભાઈની પઢીયાર્સ હાઈટેક એન્‍જી. સર્વિસીઝ નામની ડી.સી.સી. સિમેન્‍ટ કંપનીના ડાઈડોકની પાસે, ખુલ્લા વાડામાંથી ગઈ તા.૧-પ-ર૦રર ના રાત્રીના ૮ વાગ્‍યાથી તા.ર-પ-ર૦રર ના સવારના ૮ કલાક સુધીમાં કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ખુલ્લા વાડામાં પ્રવેશ કરી લોખંડના ટુકડા તેમજ લોખંડની એંગલ તેમજ લોખંડના ટેબલ આશરે ૪૦૦ કિલો જેની આશરે કિંમત રૂ.ર૦,૦૦૦/- ની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સિકકા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયાઃ સાત ફરાર

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભાયાભાઈ આશાભાઈ મસુરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-પ-ર૦રરના આરોપીઓ બસીર ઉર્ફે લેટેસ્‍ટ ઈસ્‍માઈલ ઉર્ફે કોકો પટેલ, આમીન ઉર્ફે ડાડો ઉર્ફે કારો માટ્ટો ઈસ્‍માઈલ બારોયા, જાવીદ ઉર્ફે સાકાલ વલીમામદ બારોયા, મહેબુબ ઉર્ફે મેબલો અબ્‍દુલ સંઘાર, મામદ ઉર્ફે બોજો અબ્‍બાસ ગજણ, રે. સિકકા ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોડકા રૂ.૧૦૧ર૦/ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી શબીર અબ્‍દુલભાઈ સંઘાર, અકબર અબ્‍દુલ સંઘાર, હુશેન ઈસ્‍માઈલ રાજા, અબ્‍બાસ જાનમામદ સુંભાણીયા, ડાડા અબ્‍દુલ કુંગડા, રફીક ઈશાક સુંભણીયા, જાવીદ ઈસ્‍માલ ગાધ, રે. સિકકાવાળા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોટી ખાવડી ગામે દારૂની સાથે ઝડપાયો

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જગદીશભાઈ લખુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-પ-ર૦રરના મોટી ખાવડી રેલ્‍વે ફાટક પાસે આરોપી વિજયભાઈ બચુભાઈ પરમાર, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:55 pm IST)