Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જામનગરઃ હરાજીમાં ભાગ લઈ અન્‍ય ગાડી ઉપાડી જતા પોલીસમાં રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: મેઘપર પોલીસ સ્‍ટેશનમાં અરૂણકુમાર હોતેલાલ મોર્ય, ઉ.વ.રર, રે. ટાઉનશીપ સેકટર-૧૯, બ્‍લોક-૧૮, સી-૧, મોટીખાવડી જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪-૪-ર૦રરના મોટી ખાવડી રીલાયન્‍સ કંપની અંદર એસ.એસ.ઓ. (સાઈટ સપોર્ટ ઓફીસ) પાર્કિંગખાતે આરોપી યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા, રે. મેઘપર ગામવાળાન પિતા મોહબતસિંહએ અરજદારની કંપનીની કન્‍ડમ થયેલ વાહન હરરાજી માંથી ખરીદ કરેલ હોય જે વાહનો આરોપી યુવરાજસિંહએ કંપનીના પાર્કિંગમાંથી લેવા માટે આવેલ હોય જેમાંથી તેઓએ ખરીદેલ વાહન પૈકી ટાટા સુમો વાહન નં. જી.જે.-૧૦-બી.જી.-૧૯૦૩, કિંમત રૂ.પપ,૦૦૦/- ના બદલે જી.જે.-૧૦-બી.જી.-૮૩૦પ કિંમત રૂ. ૯પ૦૦૦/- નું કપટપુર્વક અપ્રમાણીકતા અને બદઈરાદાથી કંપની સાથે ઠગાઈ કરી કંપનીના પાર્કિંગ માંથી લઈ જઈ ઠગાઈ કરી ગુનો કરેલ છે.

ઈલેકટ્રીક મોટર ચોરી થયાની રાવ

શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં નિલેશભાઈ દિનેશભાઈ જાદવ, ઉ.વ.૩૦, રે. બ્‍લોક નં.-ર૧, દિપાલી પાર્ક-ર, ઝાંઝરડા રોડ, જિ.જૂનાગઢ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮-૪-ર૦રરના ફરીયાદી નિલેશભાઈની લાઈ સ્‍ટોનની ખાણ પાસે બનાવેલ ઓરડીની બહાર રાખેલ લાઈમ સ્‍ટોન કાઢવા માટેની ઈલેકટ્રીક મોટરો નંગ-ર, કિંમત રૂ.પ૦,૦૦૦/- ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

લાલપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગર : લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રવિણભાઈ કરશનભાઈ બડીયાવદરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-પ-ર૦રરના લાલપુર ગામે આરોપી જયસુખ પાલાભાઈ ખીરા, નિલેશ કારાભાઈ રાઠોડ, ઉમર અલીસા રફાઈ, સતાર જુમા રફાઈ, રે. લાલપુરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪૦૮૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ટી.બી.હોસ્‍પિટલ પાછળ જુગાર રમતા ચાર ઝડપાયા

સીટી બી ડિવઝન પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. હિતેશભાઈ મેરામણભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-પ-ર૦રર ના ટી.બી.હોસ્‍પિટલ પાછળ, પટેલ વાડી શેરી નં.૭ ના છેડે આશીષભાઈ દિલીપભાઈ ચાંદેગરાના રહેણાક મકાનમાં પાસે આરોપીઓ આશીષભાઈ દિલીપભાઈ ચાંદેગરા, અલીભાઈ મુસાભાઈ મનોરીયા, વાસુદેવ કરમચંદ ભારવાણી, ગંગારામભાઈ રીજુમલભાઈ તન્‍ના, રે. જામનગરવાળા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧ર,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કમીશન પેટેના રૂપિયાની માંગણી કરતા માર માર્યો

સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં આફતાબભાઈ અસગરભાઈ બક્ષી, ઉ.વ.ર૧, રે. કાલાવડનાકા બહાર, મોરકંડા રોડ, સેટેલાઈટ સોસાયટી, શેરી નં.૩, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી આફતાબભાઈને આરોપી અફજલ હુશેન કુરેશી, વાળા પાસેથી કમીશન પેટે રૂપિયા પ૦૦૦/- લેવાના હોય જે આપતો ન હોય જેથી આજરોજ ફરીયાદી આફતાભાઈએ તા.૪-પ-ર૦રરના હવાઈચોક બજંરગ હોટલ પાસે, જામનગરમાં રૂપિયાની માંગતા આરોપીઓ અફજલ હુશેન કુરેશી, હામીદ જાનમામદ મકરાણી, રે. જામનગરવાળા એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી આફતાબભાઈને જેમફાવે તેમ ગાળો આપી ફરીયાદી આફતાબભાઈને પકડી તેનું માથુ બાજુમાં પડેલ ઓટો રીક્ષા નં. જી.જે.-૧૦-ટી.ટી.-પર૮૦ ના કાચમાં ભટકાડી માથામા તથા શરીરે મુંઢ ઈજા કરી તથા રીક્ષાનો કાચ તોડી રૂપિયા ૧૦૦૦/- નું તથા ફરીયાદી આફતાબભાઈનો મોબાઈલ ફોન જમીનમાં પછાડી તેમાં રૂપિયા ૩૦૦૦/- એમ કુલ રૂ.૪,૦૦૦/- નું નુકશાન કરી ફરીયાદી આફતાબભાઈને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દિ.પ્‍લોટ-૪૮માં ઈંગ્‍લીશ દારૂની ર૪-બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કલ્‍પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-પ-ર૦રરના દિ.પ્‍લોટ-પ૮, સેવક પાન વાળી ગલી, જામનગરમાં આરોપી લેખરાજ ઉર્ફે લખન ભગવાનદાસ કાલવાણી, રે. જામનગરવાળા એ પોતાના કબ્‍જા ભોગવટામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર૪ કિંમત રૂ.૧ર,૦૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:15 pm IST)