Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબીના બગથળામાં શંકાસ્‍પદ બિયારણનો જથ્‍થો પકડાયોઃ ખેતીવાડી ખાતાનો દરોડો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪ :.. મોરબી જીલ્લામાં  બિયારણ જંતુનાશક દવા અને રાસાયણીક ખાતરના વેપારીઓની દુકાન અને ગોડાઉનમાં ખેતીવાડી વિભાગે તપાસ હાથ ધરી શંકાસ્‍પદ રૂા. ર૮ હજારની કિંમતનું શંકાસ્‍પદ બિયારણ પકડી પાડી તપાસ હાથ ધરી છે.

મોરબી જીલ્લાના નાયબ ખેતી નિયામક કે. જી. પરસાણીયાએ જણાવ્‍યું હતું કે, કેટલાક નફાખોરી કરતા તત્‍વો ખેડૂતો સાથે છેતરપીંડી કરી નબળી ગુણવતા અથવા જાણીતી કંપનીના નામે ડુપ્‍લીકેટ હલકી ગુણવતાના બિયારણો અને ખાતર ખેડૂતો દબડાવી દેતા હોય છે. જેથી ખેડૂતોની સાથે છેતરપીંડી ન થાય યોગ્‍ય અને નિયત કિંમતે બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર   મળી રહે તે હેતુથી સંયુકત ખેતી નિયામક (વિસ્‍તરણ) રાજકોટના માર્ગદર્શન હેઠળ નાયબ ખેતી નિયામક (વિસ્‍તરણ) અને ખેતી અધિકારી મોરબીની ટીમ દ્વારા આજે મોરબીના બગથળા ગામમાં હેત એગ્રો સેન્‍ટરમાં રેઇડ ચલાવવામાં આવી હતી. આકસ્‍મિક ચેકીંગ દરમિયાન રૂા. ર૮ હજારની કિંમતનું શંકાસ્‍પદ બિયારણ ઝડપાયુ છે. હાલ બિયારણના નમૂનાઓ લઇ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ છે. નમૂનાનો રિપોર્ટ આવ્‍યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

(12:28 pm IST)