Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

માળીયામિંયાણામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડોઃ મહિલાની ધરપકડ

(પ્રવિણ  વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૪: માળીયામિંયાણામાં સરકારી દવાખાના પાછળ દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે દરોડા પાડી મહિલાની ધરપકડ કરી હતી.

માળીયામાં સરકારી દવાખાના પાછળ બાવળના ઝુંપડામાં મરીયમબેન કાસમભાઇ જેડા શી પીવાનો દારુ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્‍યાન ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૦૦/- તથા ઠંડા આથાના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બેરેલ નંગ-૦૧ આથો લીટર ૨૦૦ ની કિ.રૂ.૪૦૦/- તથા દેશી દારૂ ના કેરબા નંગ ૧ મા રહેલ દારૂ લી-૧૫ કિ.રૂ.૩૦૦/- તથા ભઠ્ઠીના સાધનો એલ્‍યુમીનીયમ નુ બકડીયુ નંગ-૧ કી રૂ ૪૦/- તથા પાતળી નળી નંગ-૧ કિ રૂ ૦૦/-મળી કુલ કિ.રૂ.૯૪૦/- ના મુદામાલ સાથે મળી આવતા ધરપકડ કરાય હતી. 

(12:23 pm IST)