Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબીના પીપળીયામાં વેલ્‍ડીંગ વખતે ડિઝલ ટેન્‍કમાં ભડકોઃ રાજ દાઝ્‍યો

યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૪: મોરબીના પીપળીયા ગામે ગજાનંદ સોસાયટીમાં રહેતો રાજ વિક્રમભાઇ વાઘેલા (ઉ.૧૭) નામનો યુવાન ગામના પાદરમાં ઇસ્‍માઇલભાઇના ભંગારના ડેલે કામ કરતો હતો ત્‍યારે ગંભીર રીતે દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

રાજ ભંગારના ડેલામાં મજૂરી કરે છે. ગેસ કટીંગનું કામ કરતી વખતે દસ વ્‍હીલવાળા ટ્રકની ડિઝલની ટેન્‍ક કાપતી વખતે તણખો ટેન્‍કમાં જતાં અંદર ડિઝલ હોઇ ભડકો થતાં રાજ દાઝી ગયાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. તે બે ભાઇમાં નાનો છે.

(1:56 pm IST)