Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબીના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ ફટકાર્યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૪: મોરબીમાં એક સદગૃહસ્‍થે મિત્રતાના દાવે ઉછીના રૂપિયા ૪.૯૦ લાખ લીધા બાદ આરોપીએ રૂપિયા ન ચુકવતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ચેક રિર્ટનનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ચેક રિર્ટન કેસમાં દોષી ઠેરવી આરોપીને એક વર્ષની કેદ તેમજ બમણી રકમ ચૂકવવાનો આદેશ આપ્‍યો છે.

આ કેસની હકીકત એવી છે કે મોરબીના મહેન્‍દ્રપરા મેઈન રોડ પર રહેતા ગુરુદીનભાઈ સાબુદીનભાઈ રૈયાણીએ મોરબીના,ચાર ગોડાઉન, વીસીપરા અંદર રહેતા રાહુલભાઈ રસીકભાઈ વાધેલાને મકાન લેવા માટે મિત્રતાના દાવે રૂા.૪.૯૦ લાખ ઉછીના આપેલ હતા તે રકમ પરત કરવા આરોપીએ સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડીયા મોરબી શાખાનો ચેક આપ્‍યો હતો.

આ ચેક ફરીયાદીએ તેના ખાતામાં ડીપોઝીટ કરાવતા તે ચેક રિટર્ન થયેલ હતો. આથી નુરુદીનભાઈ સાબુદીનભાઈ રૈયાણીએ વકીલ સી.પી.સોરીયા મારફતે ધી નેગોશિયેબલ ઈન્‍સ્‍ટમેન્‍ટ એકટ કલમ -૧૩૮મુબજ મોરબીના ચીફ જયુડી. મેજી. સાહેબની એ.એન.વોરાની કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા અને ફરીયાદીના વકીલની ધારદાર દલીલોને ધ્‍યાને લઈને આરોપી રાહુલભાઈ રસીકભાઈ વાઘેલાને તકસીરવાન ઠેરવી તેને એક વર્ષેની સજા અને બાકી નીકળતી રકમ રૂા.૪.૯૦ લાખની ડબલ રકમ રૂ.૯.૮૦ લાખ ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે સી.પી.સોરીયા તથા એસ.કે. પરમાર રોકાયેલ હતા.

(12:21 pm IST)