Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કેશોદઃ પત્‍નિને દુઃખ ત્રાસ આપવા અંગે સજા પામેલ પતિનો અપીલમાં નિર્દોષ છુટકારો

કેશોદ,તા. ૪ : કેશોદની ટ્રાયલ કોર્ટે પત્‍નીને દુઃખત્રાસ આપવા અંગે પતિને રૂા. ૩૫ હજારનો દંડ તથા ૧ વર્ષની જેલની સજા કરેલ આ હુકમને કેશોદની ડિસ્‍ટ્રીકટ કોર્ટે રદ કરી પતિને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, કેશોદનાં રહીશ દિપક ભટ્ટ વિરૂધ્‍ધ તેની પત્‍નીએ પોતાને દુઃખત્રાસ આપતા હોવાની પોલીસ ફરીયાદ કરેલ અને ફરીયાદ અનુસંધાનેનો કકેસ કેશોદની ટ્રાયલ કોર્ટમાં ચાલી જતા ટ્રાયલ કોર્ટનાં ન્‍યાયાધીશ શ્રી આર.વી.માંડાણીએ પતિને ૧ વરસની જેલની સજા તથા રૂા. ૩૫ હજારનો દંડ ફટકારેલ તેથી આરોપી/પતિએ આ હુકમ વિરૂધ્‍ધ કેશોદની એડી.ડિસ્‍ટ્રીકટ કોર્ટમાં જૂનાગઢના ધારાશાષાી મનોજ દવે દ્વારા અપીલ દાખલ કરેલ અને આ અપીલની સુનવણી વખતે પતિના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી કેશોદનાં એડી. ડિસ્‍ટ્રીકટ જજે આરોપી/પતિની અપીલ મંજુર કરી નીચેની કોર્ટે કરેલ સજા તથા દંડના હુકમને રદ કરી આરોપી/પતિને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે.

(12:18 pm IST)