Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ધોરાજી શ્રી સ્‍વામીનારાયણ મંદિરે સાંજે સદ્‌ગુરૂ વંદના મહોત્‍સવનો પ્રારંભ

શ્રી સ્‍વામીનારાયણ ચરિત્ર સપ્તાહ પારાયણ યોજાશે

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૪ :.. ધોરાજીના શ્રી સ્‍વામીનારાયણ મંદિર ખાતે દેવોના ૩૮મો વાર્ષિક પાટોત્‍સવ નિમિતે સદ્‌્‌ગુરૂ વંદના મહોત્‍સવ એવમ શ્રી સ્‍વામીનારાયણ ચરિત્ર સપ્તાહ પારાયણ યોજાશે.

સપ્તાહના વકતા શ્રી સંતશ્રી પોતાની અમૃતવાણીમાં સપ્તાહનું રસપાન કરાવશે. સપ્તાહ તા. ૪-પ-રર બુધવારથી તા. ૧૦-પ-રર સમય ૩.૩૦ થી ૬.૩૦ રાત્રે ૯ થી ૧૧.૩૦ સુધી ચાલુ રહેશે. આ તકે તા. ૪-પ-રર સાંજે પ કલાકે મહોત્‍સવનું ઉદઘાટન કરાશે અને ૬ કલાકે દિપ પ્રાગટય કરાશે.

અને મંગલ પ્રવચન મહંત શ્રી દેવકૃષ્‍ણદાસજી કરશે. આ સમગ્ર મહોત્‍સવના  યજમાન અનિ નાથાભાઇ દેવદાસભાઇ માવાણી અને અ. ની ડારીબેન નાથાભાઇ માવાણી અને કિશોરભાઇ માવાણી પરીવાર દ્વારા બ્રહ્મચોરાસી યોજાશે.

તેમજ પ.પૂ. સ્‍વામીના ભાવ પૂજનના મુખ્‍ય યજમાન પરસોતમભાઇ બચુભાઇ વોરા, ચંદુભાઇ, હરસુખભાઇ તથા હરસુખ મોહનભાઇ ગજેરા અને સ્‍વામીના ભાવ પૂજનના ઉપ યજમાન લાલજીભાઇ હરીભાઇ બાબરીયા, આ તકે વિશાળ સંખ્‍યામાં સ્‍વામીનારાયણ મંદિરોના સંતો હાજર રહી આર્શીવચન પાઠશે.

સપ્તાહમાં તા. ૪-પ-રરને બુધવારે પોથીયાત્રા તથા જલયાત્રા, પ્રારંભ ૪ કલાકે ૭.પ લાલવડ હરિ મંદિરેથી થશે. તા. પ-પ  ગુરૂવારે નૂતન સિંહાસન પૂજનવિધી સવારે ૮.૩૦ થી ૯.૩૦ અને રાત્રે ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ અને તા. ૬-પ શુક્રવારે સવારે ૮ થી ૧૧ કલાકે શ્રી મહીલા સત્‍સંગ સંમેલન પ.પૂ. શ્રી ગાદીવાળા માતુશ્રીના સાંનિધ્‍યમાં યોજાશે. અને તા. ૭-પ શનિવારે છઠ્ઠા પાટોત્‍સવ દિવસ સવારે ૬ કલાકે અભિષેક પટ્ટાભિષેક દર્શન અને સત્‍સંગ સભા બાદમાં અ. ની. પૂ. સદ્‌્‌ સ્‍વામી શ્રી માધવ પ્રસાદદાસજીનું ભાવ પૂજન અને તા. ૮-પ-રર ને રવિવારે બ્રહ્મભોજન અને ૧૦-પ ને સવારે ૧૧ કલાકે પુર્ણહૂતિ યોજાશે.

આ સપ્તાહની અમૃતવાળીનો લાભ લેવા હરીભકતોને આમંત્રણ અપાય છે. આ કાર્યક્રમને લઇને ધોરાજીના જુના કડીયાવાડ સ્‍વામીનારાયણ મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે.

(12:17 pm IST)