Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મેટોડા શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્‍ડીંગનું લોકાર્પણ કરતા લાખાભાઇ સાગઠીયા

ખીરસરાઃ લોધીકા તાલુકાના મેટોડા ગામની રહેણાંક વિસ્‍તારની સોસાયટીમા વસતા લોકોના બાળકોના શિક્ષણ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલા શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળાના અદ્યતન નવા શાળા સંકુલનું લોકાર્પણ કરતા ર્ંરાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠીર્યાં સ્‍વામી નારાયણ સનાતન આશ્રમ ખીરસરા શાષાી શ્રી ભક્‍તિ પ્રકાશદાસજી જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા લોધીકા મામલતદાર એન સી જોષી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ લોધીકા તાલુકા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર તાલુકા પંચાયત સદસ્‍ય વિપુલભાઈ મોરડ મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા શિક્ષણ વિભાગના દર્શનભાઇ જોષી તેમજ શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકગણ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ ઉપસ્‍થિત રહેલ ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ ખીરસરા શાસ્ત્રી શ્રી ભકિતપ્રકાશ દાસજી સ્‍વામી ના હસ્‍તે નવા બનેલ શાળાના બિલ્‍ડીંગનું લોકાર્પણ કરવામાં આવેલ આ બિલ્‍ડિંગ સમગ્ર શિક્ષા અંતર્ગત બનાવવામા આવેલ છે શાળામાં સ્‍માર્ટ રૂમ પ્રજ્ઞાના વર્ગ દિકરીઓ માટે અલગ શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્‍ધી સાથે બે માળનું ૬ રૂમનું બિલ્‍ડીંગ બનાવવામાં આવેલ છે.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)

(12:16 pm IST)