Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

લક્ષ્મીબેન જાદવનો ફાંસો ખાઇ આપઘાત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૪: મોરબીમાં  પરશુરામ પોટરી ક્‍વાર્ટરમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવાદારો ટૂંકાવ્‍યાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પરશુરામ પોટરી ક્‍વાર્ટરમાં રહેતી લક્ષ્મીબેન ખીમજીભાઇ જાદવે અગમ્‍ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જયારે તેનો મોટોભાઈ રમેશભાઇ ખીમજીભાઇ જાદવ ઘરે આવ્‍યો ત્‍યારે જોયું તો બહેન લટકતી હતી. જેથી હતપ્રત થઈ ગયેલા યુવાને તાત્‍કાલિક મોરબી સીટી બી ડિવીઝનને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્‍થળે પહોંચી યુવતીના મળતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે મોકલી અકસ્‍માતે મોતનો ગુનો નોંધી આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

(1:50 pm IST)