Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કાલાવડ તાલુકાના ટોડા ગામની જમીન અંગે થયેલ મનાઇ હુકમનો દાવો રદ કરતી અદાલત

રાજકોટ તા.૪ : કાલાવડ તાલુકાના ટોડા ગામના રે.સ.નં.પ૧ર-પૈકી ર ની  ખેતીની જમીન અંગે થયેલ ડેકલેરેશન તથા મનાઇ હુકમનો દાવો કોર્ટે રદ કર્યો હતો.

રાજકોટના રહીશ વિશાલ રમેશભાઇ જોબનપુત્રાએ ટોળાગામના રહીશ રામજીભાઇ ધરમશીભાઇ ભાલારાની માલીકી કબજા ભોગવટાની ખેતીની જમીન ગુજરાત રાજયના જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ગામ ટોડા રે.સ.નં.પ૧ર પૈકી ર જેના હેકટર આરે.ચો.મી.૧-૪પ-૬૯ની જુની શરતની જરાયત પ્રકારની ખેડવાણ જમીન પ્રતિવાદીને વેચાણ કરવી હોય જેથી વિશાલ રમેશભાઇ જોબનપુત્રા સદરહુ જમીન ખરીદ કરવાનું નકકી કરેલ અને ખેતીની જમીન રૂા.ર૪,૦૦,૦૦૦ અંકે રૂપીયા ચોવીસ લાખ પુરામાં ખરીદ કરી વેચાણ લીધેલ છે. જેના અવેજ પેટે રૂા.૮,૦૦,૦૦૦ અંકે રૂપિયા આઠ લાખ પુરા અવેજ દર્શાવી અને નોટરી સમક્ષ ખોટુ બોલી અને સાટાખત નોટરાઇઝડ સાટાખત કરાર કરેલ અને ખોટા સાટાખતમાં સહી લઇને વાદી વિશાલ રમેશભાઇ જોબનપુત્રા ભાગી ગયેલ જેથી આ કામના પ્રતિવાદી કે જેઓ અભણ, અજ્ઞાન હોય તેઓને એવું જણાવેલ કે તમો સાટાખત નોટરી કરી તેમા અંગુઠો કરી આપો તમોને પૈસા આપી દેશુ. ત્‍યારબાદ રામજીભાઇ ધરમશીભાઇ ભાલારાએ તેમના એડવોકેટશ્રી રાકેશ ટી. કોઠીયા મારફતે તાત્‍કાલીક કમિશ્‍ન્ર તથા કાલાવડ પોલીસ સ્‍ટેશનમાં આ કામના વાદી વિશાલ રમેશભાઇ જોબનપુત્રાસામે, ફોજદારી ધારાની કલમ ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૧ર૦-બી વિગેરે મુજબની ફરીયાદ આપેલ.

ત્‍યાર બાદ આ કામના વાદી વિશાલ રમેશભાઇ જોબનપુત્રાએ લીગલ નોટીસ મોકલેલ અને ત્‍યારબાદ કાલાવડ  સીવીલ કોર્ટમાં પ્રતિવાદી રામજીભાઇ ધરમશીભાઇ ભાલારા સામે સીવીલ દાવો દાખલ કરેલ હતો.

આ કામના વાદીએ પ્રતિવાદીઓ સામે કાલાવડની કોર્ટમાં ડેકલેરેશન તથા મનાઇ હુકમ મળવા અંગેનો દાવો દાખલ કરેલ અને વચગાળાના મનાઇહુકમની માંગણી કરેલ  જેમાં પ્રતિવાદીને કોર્ટની નોટીસ બજતા કોર્ટમાં હાજર રહેલ તેમના એડવોકેટ રાકેશ ટી. કોઠીયાએ એવી રજુઆત કરેલ કે અમારા પ્રતિવાદી રામજીભાઇ ભાલારા સામે ખોટા દાવો કરેલ છે. જે અંગે કોર્ટમાં રજુઆત કરેલ પુરાવા વાદીની જુબાની તથાતેમની ઉલટ તપાસમાં તમામ સત્‍ય હકિકત બહાર આવેલ અને દાવો ખોટો તથા કોઇપણ જાતના તથ્‍ય વગરનો હોય તે અંગેના પેપર્સ રજુ  રાખેલ તથા રૂબરૂ દલીલને ધ્‍યાને લઇ આ કામના જજ સાહેબે વાદીનો દાવો ડેકલેરેશન તથા મનાઇ હુકમનો દાવો ના-મંજુર કરેલ અને હુકમમાં જણાવેલ કે દાવો ટકવા પાત્ર નથી. જેથી રદયાત્રાને નામંજુર કરવામાં આવે છે.

આ કામમાં પ્રતિવાદી રામજીભાઇ ધરમશીભાઇ ભાલારા વતી રાજકોટના એડવોકેટ રાકેશભાઇ ટી. કોઠીયા, એન.આર.કોઠીયા, નીશાંત ગોસ્‍વામી, જતીન ગોદડકા તથા વિવેક અકબરી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.

(12:12 pm IST)