Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જામકંડોરણામાં ત્રણ મહિલા સહિત ચાર જુગાર રમતા પકડાયા

રાજકોટ,તા. ૪ : જામકંડોરણામાં જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત ચારને પોલીસે ઝડપી લીધી હતી.

જામકંડોરણા ઇન્‍દીરાનગર દેવીપૂજક વાસમાં તારાબેન પરમારના ઘર પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા હેડ કોન્‍સ. કિશોરભાઇ લુણસીયા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા તારાબેન રમેશભાઇ પરમાર, કાજલબેન ઉર્ફે કાળી સંજયભાઇ કાવઠીયા, હેમલતાબેન ઉર્ફે હેમીબેન નટુભાઇ મકવાણા તથા ભુરાભાઇ નરસીભાઇ સોલંકી રે. જામકંડોરણાને રોકડા રૂા. ૨૩૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:10 pm IST)