Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

અખાત્રીજના આથમણા પવનને ‘વનરાજી ખીલી ઊઠે'નો વર્તારો આપ્‍યો

નૈઋત્‍ય અને દક્ષિણ દિશાની ફણગીઓને કારણે અનેક વિસ્‍તારોમાં વાવણી મોડી થવાની શક્‍યતા

(દર્શન ઠાકર દ્વારા) બગસરા તા. ૪ : આજે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્‍યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્‍યા થી છ વાગ્‍યા સુધી આથમણી તેમજ નૈઋત્‍ય દિશા ના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે મધ્‍યમ ચોમાસાનોᅠ વર્તારો આપ્‍યો હતો.

વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્‍વ રહ્યું છે આ વર્ષે અખત્રીજ નીᅠ વહેલી સવારે ૩ વાગ્‍યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો. તેમજ સાથે સાથે નૈઋત્‍ય દિશામાંથીᅠ પણ ફણગીઓ જોડાતાᅠ ચોમાસાની શરૂઆત સામાન્‍ય કરતા મોડી અને સાર્વત્રિક રીતે નᅠ થાય તેવી શક્‍યતા વર્તાઇ હતી.ᅠ આથમણો પવન વાતા ‘વનરાજી ખીલી ઉઠે' અને નૈઋત્‍ય દિશાᅠ ના પવનથી આગામી ચોમાસુ ગત વર્ષોના પ્રમાણમાંᅠ મધ્‍યમ રહે તેવોᅠ વરતારો થાય. સાથે સાથે ક્‍યારેક દક્ષિણ દિશામાંથી પણ પવન શરૂ રહેતા ચોમાસા દરમિયાન કુવા અને બોરમાં પણ પાણી ઊંડા જાય, ખંડવૃષ્ટિ થાય તેવુંᅠ પણ જાણકારો માની રહ્યા છે. શરૂઆતનું પ્રથમ ચૈત્રી દનૈયુᅠ પણ બગડેલું હતું તેમજ નૈઋત્‍ય તેમજ દક્ષિણ દિશાના પવનને કારણે સર્વત્ર વાવણી લાયક વરસાદને બદલે અલગ અલગ વિસ્‍તારોમાં અલગ અલગ સમયે વાવણી થવાની તેમજ છેતરામણા વરસાદને કારણે બિયારણ બગડવાની શક્‍યતા મનાઈ રહી છે. બગસરાથીᅠ દર્શન ઠાકરના જણાવ્‍યા અનુસાર આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયાᅠ દરમિયાનᅠ તાપᅠ તેમજ આજના અખાત્રીજના પવનના વરતારાને કારણે એકંદરેᅠ આવનાર ચોમાસુંᅠ ગત બે વર્ષના ચોમાસાના પ્રમાણમાં મધ્‍યમ રહેવાની શક્‍યતા જાણકારો માની રહ્યા છે.

(12:09 pm IST)