Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ઉનામાં વિદ્યાર્થીઓનું બહુમાન

 ઉનાઃ ૩૦ વરસથી ચાલતી શ્રૃતી વિદ્યાલયમાં પ્રથમવાર વિશિષ્‍ઠ ઇનામ વિતરણ સમારોહ યોજાયેલ હતો. દિપ પ્રાગટય બાલ મંદિરના બાળકોએ કરેલ હતું. અધ્‍યક્ષ સ્‍થાને ધો.૧૦ના વિદ્યાર્થી ગૌરી શાંતિલાલ મકવાણા રહી હતી. સમારોહનું સંચાલન રાઠોડ સિધ્‍ધીએ પરમાર તેજસ્‍વીએ કરેલ હતું. આભાર દર્શન વિશ્વા જોશીએ કરેલ. ઇનામી વ્‍યવસ્‍થા માન્‍યતા અને જયશ્રી, રોશની, નેન્‍સી કરેલ. માત્ર વિદ્યાર્થીઓજ વિદ્યાર્થીઓના અતિ આગ્રહથી ઇકો કલબ સ્‍પર્ધાના વિજેતા, કલાસ બેસ્‍ટ વિદ્યાર્થી, ભાગ લેનાર દરેક સ્‍પર્ધકને, ચેસ સ્‍પર્ધાના મહાકુંભનો પ્રથમ વિજેતાને ઇનામ તેના વર્ગ શિક્ષકો દ્વારા આપવામાં આવેલ. ઇનામ-શિલ્‍ડ, પ્રમાણપત્ર, શાળા દ્વારા આપવામાં આવેલ. ચકલીના માળા ભુતપુર્વ વિદ્યાર્થી સિધ્‍ધાર્થ પટેલ અને ડો.સંસ્‍કૃતિ દ્વારા અપાયેલ. પક્ષીઓ માટે ચકાના સ્‍ટેન્‍ડ નટરાજ હોસ્‍પીટલના વિજયભાઇ જોશીના સહયોગથી અપાયા હતા. વિદ્યાર્થીઓનું બહુમાન કર્યુ તે તસ્‍વીર.

(12:07 pm IST)