Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોરબી જીલ્લામાં દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસ ત્રાટકી : ૯ સ્‍થળે દરોડા

મોરબી, માળીયા, ટંકારા અને વાંકાનેરમાં દેશીદારૂ વેચનારાઓ પોલીસની ઝપટે ચડી ગયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૪ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્‍યા છે.

પ્રથમ કિસ્‍સામાં મોરબીમાં મહિલા આરોપી જીજ્ઞા ઉર્ફે જીગી રમેશભાઇ સાતોલા લાલપર ગામની સીમ ફેમસ સીરામીકના કારખાનાની સામે આવેલ માટીના ઢગલા પાછળ પોતાના કબ્‍જામાં કેફી પ્રવાહી દેશી પીવાના દારૂની જેવી કોથળીઓ કુલ નંગ-૪૫ દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૯ કી.રૂ.૧૮૦/-નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. બીજા કિસ્‍સામાં મોરબીમાં મહિલા આરોપી કાળીબેન વેલજીભાઇ ચૌહાણ વજેપર શેરી નં-૨૪ આરોપીના રહેણાંક મકાનની બહાર શેરીમાં નગર દરવાજા પાસે પોતાના કબ્‍જામા કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્‍લા.ની કોથળીઓ નંગ-૪૨ દેશી દારૂ લી.૨૧ કિ.રૂ.૪૨૦/- નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખતા મળી આવી હતી. ત્રીજા કિસ્‍સામાં મોરબીમાં આરોપી મનીશભાઇ વશરામભાઇ ભડાણીયા લીલાપર રોડ ચાર માળીયા આવસ ક્‍વાટર સામે રોડ પર પોતાના કબ્‍જામા કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્‍લા.ની કોથળીઓ નંગ-૩૦ દેશી દારૂ લી.૦૬ કિ.રૂ.૧૨૦/- નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખતા મળી આવ્‍યો હતો. ચોથા કિસ્‍સામાં મોરબીમાં મહિલા આરોપી સોનલબેન પ્‍યારૂભાઇ પરમાર કંડલા બાયપાસ દલવાડી સર્કલની બાજુમાં પચ્‍ચીસ વારીયા પાસે વેચાણ કરવાના ઇરાદે દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્‍લાની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૧૬ દારૂ લીટર-૪ કી.રૂ.૮૦/- નો રાખી રેઇડ દરમ્‍યાન મળી આવી હતી.

 પાંચમા કિસ્‍સામાં માળીયામાં મહિલા આરોપી જેનાબેન અકબરભાઇ મીયાણા માળીયા મીયાણા ત્રણ રસ્‍તા સંધના પેર્ટ્‍લપંપ પાસે પોતાના કબ્‍જામા કેફી પ્રવાહી દેશી દારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/-નો રાખી મળી આવી હતી. છઠ્ઠા કિસ્‍સામાં આરોપી નુરમામદભાઇ અલારખાભાઇ મોવર મોટાભેલા ગામે તળાવની પાળ પાસે  દેશી દારૂ જેવું કેફી પ્રવાહીપીણુ લીટર-૦૨ કિ.રૂ.૪૦/-નો મુદ્દામાલ પોતાના કબ્‍જામા રાખી મળી આવ્‍યો હતો. સાતમા કિસ્‍સામાં ટંકારામાં મહિલા આરોપી હંસાબેન અમુભાઇ વાધેલા જયનગર ગામે દેવીપૂજક વાસમા દેશી દારૂ પોતાના કબજામાં એક પ્‍લા.ની થેલીમા દેશી દારુ આશરે લીટર ૦૪ કિ.રૂ. ૮૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમાંથી મળી આવી હતી. આઠમા કિસ્‍સામાં ટંકારામાં આરોપી રાહુલભાઇ દિલીપભાઇ વઢુકીયા મિતાણાથી રાજકોટ જતા હાઇવે પાસે આવેલ મા મેલડી નામની કેબીન પાસે આવેલ બાવળની ઝાડીમાથી  દેશી દારુ આશરે લીટર ૦૮ કિ.રૂ. ૧૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમાંથી મળી આવ્‍યો હતો. નવમાં કિસ્‍સામાં વાંકાનેરમાં આરોપી મનોજભાઇ બાબુભાઇ કેરવાળીયા રેલ્‍વે સ્‍ટેશન પાસે પોતાના કબ્‍જામાં દેશી દારૂ લીટર-૦૩ કિં.રૂ.૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્‍યો હતો.  આ ૯ કિસ્‍સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:08 pm IST)