Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કચ્‍છના મુંદ્રામાં પાણીના ટેન્‍કરમાંથી ૧૩.૯૯ લાખનો દારૂ જપ્ત

રૂા. ર૮.૯૯ લાખનો મુદામાલ ઝડપી લઇને આરોપીઓની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ :.. કચ્‍છના મુંદ્રામાં પાણીના ટેન્‍કરમાંથી રૂા. ૧૩.૯૯ લાખનો દારૂ સહિત રૂા. ર૮.૯૯ લાખનો મુદામાલ જપ્ત કરીને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવીનાળ-શીરાચા રોડથી ઉતરે નવીનાળ સીમ વિસ્‍તારમાં હાઇવે રોડથી આશરે ૧૦૦ મીટર જેટલુ દુર બાવળોની ઝાડીમાં વાહનની રેડીયમ લાઇટ ચમકતા અને કાચા રસ્‍તાથી વાહન પસાર થયેલાના ટાયરના તાજા નીશાનો જોવામાં આવતા જે જગ્‍યાએ જઇ તપાસ કરતાં ટેન્‍કર નં. જીજે-૧ર-ઝેડ-૩૬૬૯ વાળામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્‍લીશ દારૂ ભરેલ પેટીઓ તથા બીયરના ટીનની પેટીઓ ભરેલ ટેન્‍કર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્‍લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૩૧પ૯ કિ. રૂા. ૧ર,૦૯,૪૦૦, બીયરના ટીન નંગ ૧૯૦૪ કિ. રૂા. ૧,૯૦,૪૦૦ ટેન્‍કર નં. જી.જે. ૧ર-ઝેડ-૩૬૬૯ વાળાની કી. રૂા. ૧પ,૦૦,૦૦૦ તથા કુલ પ્રોહી મુદામાલ કી. રૂા. ૧૩,૯૯,૮૦૦ મળી રૂા. ર૮,૯૯,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂ મંગાવનાર ટેન્‍કર ચાલક સહિતનાની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથલીયા સરહદી રેન્‍જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસીંઘ પヘમિ કચ્‍છ - ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલ ભુજ વિભાગ ભુજના આદેશથી પો. ઇ. એચ. એસ. ત્રિવેદી સાથે પોલીસ સ્‍ટાફનાં એ. એસ. આઇ. દિનેશભાઇ ભટ્ટી તથા પો. હેડ કો. રવજીભાઇ બરાડીયા તથા પો. હેડ કો. મહિપતસિંહ વાઘેલા તથા પો. હેડ કો. રાજદિપસિંહ ગોહીલ તથા પો. હેડ કો. દર્શનભાઇ રાવલ તથા પો. હેડ કો. વિષ્‍ણુભાઇ મુઢારત તથા પો. કો. મથુરજી કુડેચાનાઓ જોડાયેલ હતાં.

(12:06 pm IST)