Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ભુજની જી.કે. જન.અદાણી હોસ્‍પિ.મા થેલેસેમિયા ગ્રસ્‍ત બાળકોની સારવાર માટે બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટર શરૂ કરાશે

ગેઇમ્‍સ રોટરી ક્‍લબ ઓફ ભુજ, વોલસિટી તેમજ સંકલ્‍પ ફાઉ.દ્વારા અદાણી કોલેજમાં થેલેસેમિયાગ્રસ્‍ત બાળકો માટે HLA ટેસ્‍ટ કેમ્‍પમાં ૨૮૦ સેમ્‍પલ લેવાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ :  અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્‍પિટલ, રોટરી ક્‍લબ ઓફ ભુજ વોલસિટી અને સંકલ્‍પ ઈન્‍ડિયા ફાઉંડેશન બેંગલોરના સંયુક્‍ત ઉપક્રમે મેજર થેલેસેમિયાગ્રસ્‍ત બાળકોમાં બોનમેરો ટ્રાન્‍સપ્‍લાંટ કરવા માટે આયોજિત હ્યૂમન બ્‍યુકોસાઇટ એન્‍ટિજન ટેસ્‍ટ (HLA) કેમ્‍પમાં ૭૦ બાળકો માટે તેમના માતા-પિતા અને ભાઈ-બહેનના ૨૮૦ નમૂના(સેમ્‍પલ) લેવામાં આવ્‍યા હતા.ᅠ

અદાણી મેડિકલ કોલેજના લેકચર સભાખંડમાંᅠ યોજાયેલા આ કેમ્‍પમાં જી.કે.જનરલના મેડિકલ ડાયરેક્‍ટર ડો. બાલાજી પિલ્લઈએ જણાવ્‍યુ હતું કે, ગેઇમ્‍સમાં આગામી વર્ષોમાં બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સેન્‍ટર કાર્યરત કરવાનું આયોજન છે. તેમણે ભુજમાં બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે અને HLA ટેસ્‍ટ માટે સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના યોગદાનને બિરદાવ્‍યું હતું.ᅠ

હોસ્‍પિટલના ચીફ મેડી. સુપ્રિ. ડો. નરેન્‍દ્ર હિરાણીએ પણ બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે માતા-પિતા ભાઈ-બહેનોએ દર્શાવેલા ઉત્‍સાહથી ચોક્કસ ફળદાયી પરિણામ પ્રાપ્ત થશે. આ પ્રસંગે રોટરી કલબ ઓફ ભુજ વોલસિટીના પ્રોજેક્‍ટ ચેરમેન ધવલ રાવલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.ᅠ

ᅠ ᅠ અત્રે ઉલ્લેખનીય છે કે, જી.કે. જનરલ હોસ્‍પિટલ રોટરી કલબ વોલસિટી ભુજ અને સંકલ્‍પ ફાઉન્‍ડેશન દ્વારા લેવાયેલા ૨૮૦ (HLA) સેમ્‍પલ અમદાવાદ મોકલવામાં આવશે. જે સેમ્‍પલ બાળકો સાથે મેચ થશે. તેમના બોનમેરો બાળકમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરાશે. જેથી થેલેસેમિયાગ્રસ્‍ત બાળકમાં ક્ષતિગ્રસ્‍ત બોનમેરોની જગ્‍યાએ સ્‍વસ્‍થ રક્‍ત ઉત્‍પાદક બોનમેરો પ્રસ્‍થાપિત કરાશે. પરિણામે બાળકને આજીવન લોહી ચઢાવવામાંથી મુક્‍તિ મળશે.

આ પ્રસંગે રોટરી ક્‍લબ ઓફ ભુજ વોલસિટીના પ્રેસિડેંટ રાજેશ માણેક, સેક્રેટરી નીરજ શાહ, પ્રોજેકટ ચેરમેન પ્રિતેશ ઠક્કર ઉપરાંત અમર મહેતા, હિતેન્‍દ્ર મકવાણા, જયેશ શાહ, ભાવિન શેઠ, જયેશ જોશી,અલ્‍પેશ શાહ, પ્રિતેશ સોની, લખમશી ભાનુશાલી, હર્ષદ ચલાની, રિતેશ સંઘવી, ચિરાગ ઠક્કર ઉપરાંત સંકલ્‍પ ઈન્‍ડિયા ફાઉન્‍ડેશન બેંગલોરના શૈલેષ ગાંધી, ધાર્મિક વોરા, પૂજા વોરા, ક્રુતિ જોશી વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:04 pm IST)