Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

પરશુરામ જયંતિ નિમિત્તે સમસ્‍ત બ્રહ્મસમાજ બગસરા દ્વારા શોભાયાત્રા તથા બ્રહ્મચોર્યાસી

 બગસરા : સમસ્‍ત બ્રહ્મ સમાજ બગસરા દ્વારા આજે પરશુરામ જયંતિ નિમિત્તે પરશુરામજીના મંદિરે સવારે પૂજન અર્ચન તથા મહાઆરતી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું સાથે સાથે આ પૂજન બાદ બ્રહ્મ યુવાનો દ્વારા ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જે પરશુરામ ધામ થી બગસરા પોલીસ સ્‍ટેશન, ગાયત્રી મંદિર, જુના બસ સ્‍ટેન્‍ડ, ગોંડલીયા ચોક થઇને સમસ્‍ત બ્રહ્મ સમાજ સુધી યોજવામાં આવી હતી સભા યાત્રાની પૂર્ણાહુતિ બાદ બગસરા શહેરના તમામ પરિવારો માટે બ્રહ્મચોર્યાસી નું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં તમામ બ્રાહ્મણો દ્વારા પ્રસાદ લેવામાં આવ્‍યો હતો.

(12:02 pm IST)