Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

વાંકાનેરના જીવનપરામાં ત્રિવિધ કાર્યક્રમો

 વાંકાનેરઃ વાંકાનેર જીનપરા ખાતે ૧૭માં સમુહ સર્વ જ્ઞાતિ લગ્નોત્‍સવ શ્રીમદ ભાગવત સપ્‍તાહ અને સમુહ યજ્ઞો સંસ્‍કાર ત્‍થા રકતદાન શીબીર આજે સવારે ૧૦ વાગ્‍યે જીનપરા પાર્થધ્‍વજ હનુમાનજી મંદિર ખાતે ૧૧ જેટલા નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડતા શાષાીજી અને કથા વકતા દિલીપભાઇ વ્‍યાસ (ભાગવતાચાર્ય) એ. એ. પી.એચ.ડી.પોતાની આગવી શૈલીમાં સુર સંગીત સાથે કથાનું રસપાન કરાવેલ અને તા. ૩૦/૪ ના હવન સાંજે પ-૬ કલાકે વાંકાનેર તાલુકા પંચાયતની પ્રમુખ પતિ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા એ લાભ લીધેલ બાદ આજે સવારે ૧૦ વાગ્‍યે ૧૧-નવ દંપતિઓને શાસ્‍ત્રીશ્રી દિલીપભાઇ વ્‍યાસના આશિર્વાદ બાદ ગાયત્રી મંદિરના અશ્‍વીનભાઇ ત્‍થા પાર્થધ્‍વજ હનુમાનજી યુવક મંડળના તમામ સભ્‍યોએ છેલ્લા ૧-મહિનાથી આ કાર્યક્રમને શોભાવવા તનતોડ મહેનત કરી હતી અને તમામ દાતાઓનું જાહેર સન્‍માન કરેલ. આ પ્રસંગે વાંકાનેરના સીનીયર પત્રકાર શ્રી મહમદભાઇ રાઠોડનું  પણ સન્‍માન કરેલ તમામ નવ દંપતિઓને ૧૦૧ થી વધુ કરીયાવરની ઘરવખરીની આઇટમો ભેટ તરીકે આપેલ આ કાર્યક્રમના મુખ્‍ય યજમાન ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, પૃથ્‍વીરાજસિંહ જાડેજા ત્‍થા વાંકાનેરના મહારાજા કેસરી દેવસીંહ ઝાલા સહિતના અનેક દાતાઓએ આ કાર્યક્રમમાં મોટી રકમો દાનમાં આપી હતી. સવારે નવ દંપતિઓને આશિર્વાદ આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયાના ભાઇ ચુનીભાઇ કુંડારીયા તેમજ વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહ ઝાલા ત્‍થા મહારાણી સાહેબ કિશાન મોરચાના ગણપતસિંહ ગોરધનભાઇ સરવૈયા લાલાભાઇ વિગેરેએ આ પ્રસંગે અનેક આગેવાનોએ હાજરી આપી હતી. (તસ્‍વીર-અહેવાલઃ મહમદ રાઠોડ-વાંકાનેર)

(12:01 pm IST)