Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

માંગરોળ પાસે કેનાલમાંથી વૃધ્‍ધનો મૃતદેહ મળ્‍યો

મૃતક ત્રણ દિવસથી ગુમ હતા

(વિનુ જોષી) જૂનાગઢ,તા. ૪ : માંગરોળ પાસે કેનાલમાંથી વૃધ્‍ધ મૃતદેહ મળી આવતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

માંગરોળ તાલુકાના રહીજ ગામના મેરામણભાઇ કેસરભાઇ વાળા (ઉવ.૫૮) નામના વૃધ્‍ધ તા. ૧થી ગુમ હતા અને ગઇ કાલે બપોરના ખોખરા વાડી વિસ્‍તારમાં આવેલ કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્‍યો હતો.

આ અંગેની જાણ થતા માંગરોળ પોલીસે સ્‍થળ પર દોડી જઇને વૃધ્‍ધનાં મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો હતો.

વિશેષ તપાસ પોલીસ જમાદાર એ.ડી.કટારા ચલાવી રહ્યા છે.

(11:07 am IST)