Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જૂનાગઢ : ઘીમાં ભેળસેળ કરવા અંગેના કેસમાં વેપારીનો છુટકારો

જૂનાગઢ,તા. ૪ : શુધ્‍ધ ઘીમાં ભેળસેળ હોવાના કેસમાં આરોપીને કોર્ટે નિર્દોષ ઠરાવતો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે તારીખ ૨૨/૮/૧૬ના રોજ વંથલી પોલીસે નરેડી ગામ પાસે ઘીના ચાર ડબ્‍બામાં ભેળસેળ હોવાની શંકા સાથે આ ઘી લઇ જનાર વેપારી કિશોરભાઇ પાસેથી ઘી કબ્‍જે કરી આ ઘી માં ભેળસેળ છે કે કમે તે માટે જૂનાગઢની ફુડ સેફટી એન્‍ડ કંટ્રોલ ઓફિસને સેમ્‍પલ લેવા યાદી કરતા તારીખ ૨૩/૮/૧૬ના રોજ જૂનાગઢના ફુડ સેફટી અધિકારી શ્રી પી.કે.વાડલીયાએ વંથલી પોલીસ સ્‍ટેશનમાં રહેલી ઘીનાં ડબ્‍બામાંથી સેમ્‍પલ લઇ તેમાં ભેળસેળ છે કે કેમ તેના પૃથકરણ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલતાં ત્‍યાંથી આ ઘીમાં ભેળસેળ થયેલ હોવાનો રીપોર્ટ આવેલ તેથી આ ભેળસેળ અંગેનો કેસ વંથલી કોર્ટમાં શ્રી પી.કે.વાડલીયાએ દાખલ કરેલ આ કેસમાં વેપારી કિશોરભાઇ તરફે જૂનાગઢના પૂર્વ ધારાશાષાી મનોજ દવે રોકાયેલ તેમની દલીલ ગ્રાહ્ય રાખી વંથલીના જજશ્રી સંજીવકુમારે વેપારીને આ કેસમાંથી નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે.

(11:06 am IST)