Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ભાવનગરમાં કૂવામાં પડી જતા બાળકનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૪: ભાવનગર શહેરમાં આવેલ કાળુભા રોડ પના પંચકુટીર ફ્‌લેટના સાત માળ પર રહેતા નિરંજનભાઇ શાહ પુત્ર આરુષ નિરંજનભાઇ શાહ ઉં.વ.૧૦ᅠ સર. ટી. હોસ્‍પિટલ પાસે આવેલ અનુપમ બંગલોઝ માં કોઈ પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો .દરમિયાનમાં ફળિયામાં આરુષ રમતો હતો ત્‍યારે અચાનક ૯૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો બાળક કૂવામાં પડતાની સાથે હરેશભાઈ નામના વ્‍યક્‍તિએ ફાયર બિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ તત્‍કાલ સ્‍થળ પર પહોંચ્‍યું હતું અને કૂવામાં પડી ગયેલા ૧૦ વર્ષીય આરુષ ને દોરડા અને મીંદડી ની મદદથી બહાર કાઢી ફાયર અધિકારી કારમાં ખાનગી દવાખાનામાં ખસેડયો હતો પરંતુᅠ ખાનગી દવાખાનામાં આરૂષનું મોત નિપજયું હતું. આ બનાવથી વણિક પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(11:02 am IST)