Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ખંભાળિયાઃ નોન ગ્રાન્‍ટેડ શાળામાં નવા વર્ગો શરૂ કરવા ગ્રાન્‍ટ અપાશે

ખંભાળિયા, તા.૪: રાજયમાં નોન ગ્રાંન્‍ટેડ શાળામા વર્ગો શરૂ કરવા મંજુરી અપાશે

રાજયની નોન ગ્રાન્‍ટેડ સ્‍વનિર્ભર શાળાઓમાં સળંગ એકમ, નવો વર્ગ શરૂ કરવા કે ક્રમશઃ વર્ગ વધારાઓ કરવા માટે ગુજરાત મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ માટે જે તે શાળાઓએ ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરીને ઇમેલ પર પાસવર્ડ તથા આઇ.ડી. મારફતે વર્ગદીઠ રૂા.૧૫ હજાર ફી ભરીને ઓનલાઇન દરખાસત કરવા સચિવ ડી.એસ.પટેલ દ્વારા જણાવાયું છે.

(10:52 am IST)