Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ધોરાજી સ્વામિનારાયણ મંદિર ખાતે 38 મો પાટોત્સવ નિમિત્તે 7 દિવસીય સદગુરુ વંદના મહોત્સવ,પારાયણ આવતીકાલે બુધવારથી પ્રારંભ થશે

સાંજે 4:00 કલાકે હનુમાન વાડી લાલવડ ખાતેથી ભવ્ય પોથીયાત્રા સાથે જલયાત્રા વિશાળ સંતો મહંતોની હાજરીમાં નીકળશે: સાત દિવસીય સદગુરુ વંદના મહોત્સવમાં વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ સદગુરુ સંતો દિવ્ય વાણીનો લાભ દરરોજ આપશે :ધોરાજી મંદિરના સદગુરુ સંત શ્રી મોહનપ્રસાદદાસજી સ્વામીની દિવાનીનો દરરોજ હરિભક્તોને લાભ મળશે: કથાના મુખ્ય વક્તા તરીકે સદગુરુ સંત શ્રી પરમ પુજ્ય સતશ્રી સ્વામી (સંસ્કૃતાચાર્ય) પોતાની દિવ્ય વાણીની દ્વારા કથાનું રસપાન કરાવશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી સ્વામિનારાયણ મંદિર ખાતે 38 માં પાટોત્સવ નિમિત્તે 7 દિવસીય સદગુરુ વંદના મહોત્સવ,પારાયણ આવતીકાલ બુધવારથી પ્રારંભ થશે

ધોરાજી ના સ્વામિનારાયણ મંદિરના 38 માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ધોરાજીના જુના સ્વામિનારાયણ મંદિર બાલધા ચોરા પાસે આવેલ પ્રસાદીના મંદિર ખાતે ત્રિવિધ મહોત્સવ ની સાથે સાથે કુંભારવાડા વડલી ચોક ખાતે સદગુરુ વંદના મહોત્સવ સ્વામીના ચરિત્ર કથા સપ્તાહ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એમાં વડતાલ ગાદીના પરમ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ના અધ્યક્ષ સ્થાને મંગલ મહોત્સવ યોજાશે જેના વક્તા તરીકે આ તો પણ સંપન્ન વિદ્વાન સંત શ્રી શાસ્ત્રી સંતશ્રી સ્વામી નિ મધુર વાણી દ્વારા સદગુરુ વંદના મહોત્સવ, સ્વામિનારાયણ ચરિત્ર સપ્તાહ નું તારીખ 4/ બુધવાર થી તા.10/ મંગળવાર સુધી બપોરના 3-30થી 6-30 અને રાત્રીના 9 થી 11-30 કલાક દરમિયાન આયોજન કરાયૂ છે.
બુધવારે સાંજે 4:00 જેતપુર રોડ હનુમાન વાડી લાલ વડ મંદિર ખાતે હતી ભવ્ય પોથીયાત્રા તથા જલયાત્રા સંતો મહંતોની હાજરીમાં નીકળશે
આ ભવ્ય મહોત્સવનું ઉદ્ઘાટન  બુધવારના સાંજના 5 કલાકે  દિપ પ્રાગટય ધોરાજી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી પુરાણી મોહનપ્રસાદદાસજી સ્વામી ધર્મભક્તિ સ્વામી સદગુરુ નીલકંઠચરણ દાસ સ્વામી જેતપુર બાલકૃષ્ણદાસજી સ્વામી ફ્રરેણી નિર્ગુણદાસ સ્વામી મોટા વરાછા સુરત તેમજ દેવનંદન દાસજી સ્વામી ચેરમેન જુનાગઢ મોહનપ્રસાદ દાસજી સ્વામી પીપલાણા હરિપ્રસાદ દાસજી લોએજ ધામ બાલકૃષ્ણ સ્વામી મોટા વરાછા સુરત પરમ પૂજ્ય ગોસ્વામી પ્રમોદકુમાર મહારાજ મોટી હવેલી ધોરાજી તેમજ મહંત દેવદાસ સ્વામી રાજકોટ ગુરુકુલ અને નીલકંઠ ચરણ દાસ સ્વામી જેતપુર ગાદી સ્થાન વિગેરે સંતો મહંતોની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે
સમગ્ર સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોની હાજરી વચ્ચે  કાયકમ નો પારભ કરાશે સ્વામીનારાયણ મંદિરોના સંતો હાજર રહી આશીર્વચન પાઠવનાર છે
આ ભવ્ય સપ્તાહમાં તા.4ને બુધવારે પોથીયાત્રા, જલયાત્રા પ્રારંભ 4 કલાકે લાલવડ હરી મંદિરેથી થશે
તા.5/5ને શુક્રવારે નુતન સિંહાસન પૂજનવિધી સવારે 8-30થી 9-30 અને રાત્રે ઘનશ્યામ જન્મોત્સવ તા.6/5 શુક્રવારે સવારે 8થી 11 કલાકે મહિલા સત્સંગ સંમેલન નૂ આયોજન કરાયૂ છે.
તા.7/5ને શનીવારે છઠ પાટોત્સવ દિવસે સવારે 6 કલાકે અભિષેક પટ્ટાભિષેક દર્શન અને સત્સંગ સભા બાદમાં સ્વામી માધવપ્રસાદદાસજીનું ભાવ પૂજન અને તા.8/5ને રવિવારે બ્રહ્મભોજન અને 10/5ને સવારે 11 કલાકે પૂર્ણાહુતિ યોજાશે
સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પદે અક્ષર નિવાસી નાથાભાઈ દેવદાસ ભાઈ માવાણી પરિવાર ના પરમ ભક્ત કિશોરભાઈ નાથાભાઈ માવાણી જયશ્રીબેન કિશોરભાઈ માવાણી ભાવેશ ભાઈ માવાણી ચારુબેન ભાવેશભાઈ માવાણી વિમલભાઈ કિશોરભાઈ માવાણી મિતલબેન વિમલભાઈ માવાણી વિગેરે માવાણી પરિવારના સભ્યોએ દિવ્ય લાભ લીધો છે
આ ભવ્ય કાયકમ નો લાભ ભાવીકો ને લેવા ધોરાજી સ્વામિનારાયણ મંદિરના સદગુરુ સંત શ્રી પુરાણી મોહનપ્રસાદ સ્વામીજી એ યાદી મા જણાવ્યું છે આ કાયકમ ને સફ્ળ બનાવવાં માટે ધોરાજી સ્વામી નારાયણ મંદિર ના સંતો સત્સંગી હરી ભકતો જહેમત ઉઠાવી રહયા છે.  

(9:44 pm IST)