Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ધોરાજીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એ પણ ઇદગાહ ખાતે રમજાન ઈદની મુસ્લિમ બિરાદરોને ભેટીને શુભેચ્છા પાઠવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:ધોરાજી માં. મુસ્લિમ બિરાદરો દ્વારા  ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી  હતી

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એ પણ ઇદગાહ ખાતે રમજાન ઈદની મુસ્લિમ બિરાદરોને ભેટીને શુભેચ્છા પાઠવી હતી
 મોલાના હાફિઝ ઉવેષ સાહેબ એ ઈદ ની વિશેષ નમાઝ અદા કરવી હતી
ધોરાજી ખાતે મુસ્લિમો ના પવિત્ર તહેવાર એવા ઈદ ઉલ ફિત્રની ઉજવણી શાનો શોકત ની સાથે કરવામાં આવી હતી ધોરાજી અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત દ્વારા ઈદ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા ઈદ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહી ને ઈદની મુબારક બાદ પાઠવી હતી અને ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે એવી લાગણી વ્યક્ત કરેલ હતી
 ધોરાજી માં ઈદ કરવા ભારત ભર માં વસતા લોકો ધોરાજી ઈદ ની ઉજવણી કરવા આવી પોગચ્યા હતા હાફિઝ અવેશ સાહેબ એ ઈદ ની વિશેષ નમાઝ આદા કરાવી હતી અને ભારત ભર માં ભાઈચારા અને કોમી એકતા જળવાઈ રહે માટે દુઆ કરેલ હતી મોલાના સાહેબ એ આંતકવાદ ની નિંદા કરેલ હતી અને કહ્યું હતું કે ઇસ્લામ ધર્મ હમેશા ભાઈચારા ની શીખ આપતો ધર્મ છે ઇસ્લામ ધર્મ ક્યારેય પણ શાંતિ વેખેરાઈ ઍવી પ્રવુતિ કરવાની શીખ નથી આપતો અને આંતકવાદ ને ઇસ્લામ ધર્મ માં કિયય પણ સ્થાન નથી અંત માં દુઆ એ ખેર થઈ હતી
આ તકે ધોરાજી મુસ્લિમ સમાજના આગેવાનો હાજી  ઈબ્રાહીમ ભાઈ કુરેશી મેમણ મોટી જમાતના પ્રમુખ  અફરોજ ભાઈ લક્કડ કુટા ઈમ્તિયાઝ ભાઈ પોઠિયા વાલા સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ મકબુલ ભાઈ ગોરાણા  નગરપાલિકાના સદસ્ય મામદભાઈ સંધિ અને રિયાઝભાઈ દાદાણી બાશિતભાઈ પાનવાલા મોહમ્મદ કાસીમભાઈ ગરાણા જુમ્મા મસ્જિદ કમિટીના સોહિલભાઈ લાકડીયા હનીફ ભાઈ ચૌહાણ અને લઘુમતી ભાજપના બોદુંભાઈ ચૌહાણ યાસીનભાઈ કુરેશી શરીફભાઈ લુલાનિયાં હુસેનભાઈ કુરેશી સહિતના ઉપસ્થિત રહેલ હતા અને ઈદ ની મુબારક બદ પાઠવેલ હતી
ધોરાજીમાં રમજાન ઈદ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા બાબતે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સુચના થી  એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ તેમજ ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ વિગેરેએ પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો

(9:42 pm IST)