Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ગોંડલમાં આવાસ યોજનાના કવાટરમાં શોટ સર્કિટથી યુવતીનું કરૂણ મૃત્યુ : દિવાળીના પરબે રાખેલી ઇલેકટ્રીક રોશની માટેની સીરીઝ કાઢવા જતા શોટ સર્કિટ થવાથી સર્જાઇ કરૂણાંતિકા

ગોંડલ : અહીંના જેલ રોડ પર આવેલ સરકારી આવાસ યોજનાના કવાટરમાં રહેતા એક પરિવારની દિકરીનું ઇલકેટ્રીક શોટ લાગવાથી કરૂણ મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ છવાઇ જવા પામ્યુ છે.

મળતી માહિતી મુજબ અહીંના જેલ રોડ પર આવાસ યોજનાના કવાર્ટરમાં ૩ જા માળે રહેતા સુરેશભાઇ ગોરાસવાની કોમલ નામની ૧પ વર્ષની પુત્રી તેના કવાર્ટરના ત્રીજા માળે દિવાળી નિમિત્તે દરવાજા પર રોશની સજાવટ માટે રાખેલી ઇલકેટ્રીક સીરીઝ કાઢવા જતા ત્યાં કવાર્ટરમાં જ રહેલી ઇલેકટ્રીક વાયરોની લાઇનમાંથી સીરીઝનો વાયર તેની સાથે અડી જતા શોટ સર્કિટને કારણે કોમલનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું.

સવારના ભાગે જ આજ રવિવાર હોય આ કરૂણ ઘટના સજાતા સ્થળ ઉપર લોકો ભેગા થઇ ગયા હતા અને આ કરૂણ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ પાસ હાથ ધરી છે.

૧પ વર્ષની તરૂણીના આકસ્મિક મૃત્યુથી કવાર્ટરના રહીશોમાં પણ ગમગીની છવાઇ ગયેલ છે. આમ શોટ એટલો ભયંકર હશે કે તરૂણીના શરીરનો અડધો ભાગ ઉછડીને કવાર્ટરના રવેશમાં લટકી ગયો હતો.

 

(12:39 pm IST)