Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઘોઘાના 12 ગામના ખેડૂતોના હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ ;સુરકામાં પોલીસનો કાફલો ગોઠવી દેવાયો

પાસના સુપ્રીમો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ભાવનગરના ઘોઘા તાલુકના 12 ગામના ખેડૂતોએ સમર્થન આપ્યું છે. 12 તાલુકાના ખેડૂતોએ સુરકા ગામે પ્રતિક ધરણા કર્યા છે. સુરકા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થતા પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

  ખેડૂતોને પ્રવેશ ન મળતા ખેડૂતો સુરકા ગામે ઉપવાસ પર બેસી ગયા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં આજથી પાટીદારો અને ખેડૂતો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ શરૂ કર્યા છે. ત્યારે આ મામલે પોલીસે સમગ્ર ઘટના પર નજર રાખી રહી છે.

(7:13 pm IST)