Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

માળીયા હાટીનાનાં વિરડી ગામ પાસે ઘાસ ભરેલા ટ્રકમાં આગઃ ૪પ ગાસડી ભસ્મીભુત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧ :.. જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના વિરડી ગામ પાસે રાત્રે ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.

માળીયા હાટીના નજીકના બાબરા વીડી ખાતેના સરકારી ગોડાઉનમાંથી ૪પ ગાંસડી ઘાસ જીજે-૧ર એવી ૭૧૦પ માં ભરીને કચ્છ જીલ્લાના રાપર ખાતે રવાના કરવામાં આવેલ છે.

પરંતુ આ ટ્રક વિરડી ગામ પાસે પહોંચતા રાત્રે ૧૦.૩૦ કલાકે ટ્રમાં ઉપરથી પસાર થતા જીવંત વીજ વાયરમાંથી શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નિકળી હતી. આ અંગેની જાણ થતા ફાયર ફાઇટરોએ દોડી આવીને દોઢ કલાકની જહેમતના અંતે ટ્રકમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આ દુર્ઘટનામાં ૪પ ગાંસડી ઘાસ રાખ થઇ ગયુ હતું જો કે ડ્રાઇવર નિઝામખાન જમાલ અને કલીનરનો ચમત્કારીક બચાવ થયો હતો. (પ-રર)

(4:02 pm IST)