Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

બગસરામાં રાયફલ શુટીંગ રેન્જનુ ઉદ્ઘાટન

બગસરાઃ અહિની શ્રી ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલ બગસરાની શાળામા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિતે રાઇફલ શુટીંગ રેન્જનું  ઉદ્ઘાટન કરી 'નેશનલ સ્પોર્ટસ ડે'ની ઉજવણી કરવામા આવેલ આ તકે શાળામાં  શિક્ષણ સમિતિના ચેરમેન બગસરા નગરસેવા સદન હરેશભાઇ કનુભાઇ પટોળીયા તથા શિક્ષણ શાસ્ત્રી ડો.મોતીભાઇ પટેલ, આચાર્યશ્રી  ગોખરવાડા હાઇસ્કૂલ ડો.દુષ્યંત મહેતા, બાબાપુર વિદ્યાલયના જાણીતા શિક્ષકશ્રી અતુલભાઇ જોષી તથા આચાર્યશ્રી શેખવાએ હાજર રહી રાઇફલ શુટીંગ રેન્જનુ ઉદ્ઘાટન કરી શાળાના બાળકોને રમત-ગમત વિશેનુ માર્ગદર્શન આપી શાળાની રમત-ગમથની પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરી સ્પોર્ટસ ડે નિમિતે ભાગ લીધેલ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દર્શન ઠાકર)(૧૧.૫)

(12:20 pm IST)