Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

શ્રી કૃષ્ણ જન્મ એટલે જન્માષ્ટમીનું દેશભરમાં અનેરૂ મહત્વ ભગવાન શ્રી કૃષ્ણ ૧૨૫ વર્ષ સુધી પૃથ્વી ઉણર બિરાજયા હતા

વિદેશમાં પણ કૃષ્ણ ભકિતનું ઘેલુ દેશ વિદેશમાં ઇસ્કોન મંદિર

ઉપલેટા તા ૦૧  : આગામી તા ૩/૯ ના જન્માષ્ટમી હોય જેની દેશભરમાં ખુબજ ધામધુમપુર્વક ભકિતભાવ થી ઉજવણી કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં તેમકની માતા દેવકીજીને થયો હતો અને તેમનો ઉછેર ગોકુલમાં યદુવંશ ના મહાન રાજા નંદબાબાને ત્યાં થયેલોઙ્ગ તેથી ભગવાન કૃષ્પને બે બાપના એટલે વાસુદેવ અને નંદબાબા બે માના એટલે દેવકીની અને યશોદા બે જાતનો ક્ષત્રીય અને આહીર આવી તેમની અનોખી ઓળખ છે.

ભગવાન શ્રી કૃષ્ણ ૧૨૫ વર્ષ પૃથ્વી ઉપર બિરાજયા હતા તેમાં વ્રજમાં એટલે ગોકુલમાંઙ્ગ૧૧ વર્ષ મામામ કંશના વધ બાદ  ૧૪ વર્ષ મથુરામાં અને બાકીના ૧૦૦ વર્ષ ગુજરાતના દ્વારકામાં બિરાજયા હતા, આમ તેમના અવતાર કાળનાઓછા વર્ષ વ્રજ મંડળમાં બિરાજયા છતાં વ્રજ ની સંસ્કૃતિ અને સમાજ જીવન ઉપર તેમના દિવ્ય વ્યકિતત્વ વિચાર વર્તન અને વાણીના પ્રભાવની અમીછાપ આજ. વર્ષો પછી પણ અકબંધ રહી છે, તેમણે પંદર ંકલ્પમાં  પંદરેપંદર વખત વ્રજભૂમિમાં જ અવતાર લઇ લીલા કરી અનેક જીવોનું કલ્યાણ અને ઉધ્ધાર કરેલ તેની આદીકાળ થી આજ દિવસ સુધી વ્રજની સંસ્કૃતિ અને સભ્યતા શ્રી કૃષ્ણ રંગેે રંગાયેલી તેમની લીલાથી ઘડાયેલા છે. વ્રજના કણેકણમાં શ્વાસ શ્વાસમાં આજે પણ કૃષ્ણ છે, તેથી વ્રજની સંસ્કૃતિને કૃષ્ણ સંસ્કૃતિ કહેવામાં આવે છે, વ્રજ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષથી કૃષ્ણ રંગે રંગાયેલી છે ભારતીય સંસ્કૃતીમાં બીજુ કોઇ વ્યકિતત્વ પોતાની આટલી લાંબી મધુર અને પ્રભાછશાળી છાપ મુકી ગયું નથી, વ્રજ સંસ્કૃતીની આ અશર માત્ર વ્રજ પુરતી સીમીત નથી રહી તે સમથ્ર ભારતના પ્રજા જીવન ઉપર હજારો વર્ષથી હકારાત્મક અશર રહી છે. ભારતીય સાહીત્ય કલા ઉત્સવ હિન્દુ ધર્મના સંપ્રદાયો અને ગ્રંથો પર પ્રગાઢ અશર જોવામળે છે તેથીજ એક ચિંતકે સાચુ કહ્યું છે કે 'જીવનમાંથી કૃષ્ણને બાદ કરો જીવન શૂન્ય બની જશે'

દેશભરમાં જન્માષ્મીની ખુબજ ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે તેમાં ગોકુલપ મથુરા અને દ્વારકામાં ખુબજ અનેરૂ મહત્વ છે અને ગુજરાતમાં ખાસ કરીને સોૈરાષ્ટ્રના નાના મોટા શહેરોમાં જન્માષ્ટમીની ઉજવણી નિમીતે ભવ્ય લોક મેળાના આયોજન કરવામાં આવે છે. ઠેર ઠેર શોભાયાત્રા નીકળે છે અને પૃષ્ટિમાર્ગીય હવેલી કે અન્ય નાના મોટા મંદિરોમાંં જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મ ઉજવાય છે અનેબીજા દિવસે સવારેકૃષ્ણજન્મની ખુશાલીમાં નંદોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર ના મુંબઇમાં જન્માષ્ટમીના દિવસે દહીં હાંડીનું અનેરુ મહત્વ છે. વિદેશના ગોરા લોકો પણ કૃષ્ણ ભકિતનું ઘેલુ છે તેથીજ તેઓએ દેશ વિદેશમાં ભગવાન કૃષ્ણના ભવ્ય ઇસ્કોન મંદિર બાંધેલા છે અને આવા ઇસ્કોન ભારતના દિલ્હી મુંબઇ, અમદાવાદ સહીતના શહેરોમાં પણ આવેલા છે. (૩.૨)

(12:10 pm IST)