Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિક પટેલનાં ઉપવાસનાં સમર્થનમાં ટંકારાના હરબટીયાળી-હરીપર લખધીરગઢમાં ઉપવાસ

ટંકારા, તા. ૧ :  ટંકારા તાલુકાના ગામો હાર્દિક પટેનના ઉપવાસ આંદોલનમાં રોજરોજ સમર્થનમાં ઉપવાસ આંવોલનમાં જોડાયેલ રહેલ છે.

તાલુકાના લજાઇ તથા પ્રભુનગર ગામના પાટીદારો, ખે૯ૂતો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરાયેલ.

હરબટીવાળી તથા હરીપર ગામે ગઇકાલેથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાવેલ છે.

રામજી મંદિર પાસે જ પાટીદારો તથા ખેડૂતો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયેલ.

આજે સવારથી ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના પાટીદારો ખેડૂતો આગેવાનો કાર્યકરો ખેડૂતો તથા મહિલાઓ રામજી મંદિર પાસે ઉપવાસ આંદોલન શરૂ કરાવેલ છે. (૯.૩)

 

(12:08 pm IST)