Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગોંડલના નવાગામ માં જુગાર રમતા સાત ઝડપાયા: 43450નો મુદ્દામાલ કબજે કરાયો

ગોંડલ: શહેર તેમજ પંથકમાં જાણે શ્રાવણિયા જુગારની મોસમ ખીલી હોય તેમ રોજ પોલીસ મથકમાં જુગારના કેશો માં નોંધનીય વધારો થઈ રહ્યો છે તાલુકાના નવાગામ ગામે ગત રાત્રીના પોલીસ દ્વારા કરાયેલ જુગાર અંગે ના દરોડામાં ગોવિંદ આંબાભાઈ કયાડા, અરવિંદ બાબુભાઈ કયાડા, અતુલ ગીગાભાઈ કંડોળીયા, રમેશ ભીખાભાઇ પટેલ, કાંતિ રમેશભાઈ કયાડા, ચંદુ આંબાભાઈ કયાડા તેમજ ચંદુ મોહનભાઈ સખીયા ને તાલુકા પોલીસના જમાદાર બી કે સૈનિ તેમજ ચંદ્રરાજસિંહ જાડેજાએ 43450 મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે

 

(12:43 am IST)