Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જામકડોરણા તાલૂકામાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : આરોગ્ય અધિકારીઓ અને સ્ટાફ પહોંચ્યો

ગોકુલધામ વિસ્તારના મહિલા,સાજડિયાળીના વૃદ્ધા અને ગુંદાસરી ગામના પુરુષને કોરોના : આરોગ્ય તંત્રે તમામને હોસ્પિટલે ખસેડ્યા

ધોરાજી:જામકડોરણાના ગોકૂલધામ વિસ્તારમાં રહેતા પિન્ટુ બેન ભાવેશભાઇ ભંડેરી ( ઉવ 35) ને કોરોના પોઝીટીવ રીપોટ આવતા આરોગ્ય તંત્ર દાવરા સારવારમા હોસ્પિટલ ખસેડાયેલા છે જ્યારે જામકંડોરણા તાલૂકાના સાજડીયાળી ગામે નદૂબેન બાબુભાઈ (ઉવ 60 )તથા ગૂદાસરી ગામે કૂમન સોજીત્રા (ઉવ 41) ના કોરોના પોઝીટીવ રીપોટ આવતા સારવારમા ખસેડાયેલ છે જામકડોરણા તાલૂકામાં બૂધવારે કોરોના પોઝીટીવના ત્રણ કેસો આવતાં મામલતદાર,તાલુકા હેલ્થ ઓફિસર ડો  સમીર દવે સહિતના અધિકારીઓ સ્ટાફની ટીમો દોડી જઈને સ્થળ તપાસણી કરાઈ છે.

(10:14 pm IST)