Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

શાપર-વેરાવળ પાસે શિવ મંદિરમાં નંદીની મૂર્તિને બે શખ્સોએ પાટુ મારી નુકસાન કરી વિડીયો વાયરલ કર્યો

ધાર્મિક લાગણી દુભાઈ તેવુ કૃત્ય કરનાર જયેશ ચુડાસમા અને દિનેશ મહિડાની ધરપકડઃ ભભૂકતો રોષ

તસ્વીરમાં પકડાયેલ જયેશ ચુડાસમા અને દિનેશ મહીડા નજરે પડે છે(તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર-વેરાવળ)

શાપર-વેરાવળ, તા. ૧ :. શાપર-વેરાવળ પાસે શિવ મંદિરમાં બે શખ્સોએ નંદીની મૂર્તિને પાટુ મારી નુકસાન કરી તે અંગેનો વિડીયો વાયરલ કરતા પોલીસે ધાર્મિક લાગણી દુભાઈ તેવુ કૃત્ય કરનાર બન્ને શખ્સો સામે ગુન્હો દાખલ કરી ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા ગામમાં રહેતા કરણ બાલુભાઈ પરમારે આરોપી જયેશ જીવણભાઈ ચુડાસમા તથા દિનેશ ભીમાભાઈ મહીડા રહે. બન્ને બુદ્ધનગર વેરાવળ સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી જયેશ ચુડાસમાએ વેરાવળ સર્વોદય હાઉસીંગની બાજુમાં ખાદીગ્રામ ઉદ્યોગવાળી જગ્યાની બાજુમાં આવેલ શિવ મંદિરના પટાંગણમાં નંદી (પોઠીયા)ની મૂર્તિને પાટુ મારી મૂળ સ્થાનેથી દૂર ખસેડી નુકશાન કર્યુ હતુ અને તેની સાથેના દિનેશ ભીમાભાઈ મહીડાએ આ ઘટનાનો વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરી ધાર્મિક લાગણી દુભાઈ તેવુ કૃત્ય કર્યુ હતું.

આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે ઉકત બન્ને શખ્સો સામે ધાર્મિક લાગણી દુભાવવા સબબનો ગુન્હો દાખલ કર્યો હતો. પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે વાયરલ થયેલ વિડીયોના આધારે બન્ને યુવાનો જયેશ ચુડાસમા તથા દિનેશ મહીડાને દબોચી લઈ ધરપકડ કરી હતી. આ બનાવથી લોકોમાં ભારેકચવાટ અને રોષ ફેલાયો છે.(

(11:39 am IST)