Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કચ્છમાં છુટા છવાયા ઝાપટા સાથે અડધો ઇંચ વરસાદઃ મસ્જિદ ઉપર વીજળી પડી

ભુજ, તા.૧: ભારે બફારા અને ગરમી વચ્ચે કચ્છમાં ગઈકાલે છુટા છવાયા ઝાપટા સાથે અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાપર શહેર અને તાલુકામાં કયાંક વધુ તો કયાંક ઓછો વરસાદ પડ્યો હતો. જયારે નખત્રાણા, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા અને ભચાઉમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ભુજમાં માત્ર ઝરમર છાંટા પડ્યા હતા. જોકે, મેદ્યાડંબર વચ્ચે લખપત તાલુકાના ગુનાઉ ગામે કડાકા ભડાકા સાથે વરસાદ દરમ્યાન મસ્જિદ ઉપર વીજળી પડતાં મસ્જિદના મીનારાને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. આજેય કચ્છમાં બફારો અને ઉકળાટ વરતાઈ રહ્યો છે.(

(11:36 am IST)