Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોટી પાનેલીમાં એકસાથે ચાર દુકાનોમાં ત્રાટકયા તસ્કરો

અગાઉ થયેલ ચોરીના ભેદ વણઉકેલ ત્યાં પોલીસને નવો પડકાર : એક દુકાનદારે તસ્કરોને પણ છેતર્યા, મજબૂત તિજોરીમાં રાખ્યા'તા જુના ઓઝારો

મોટી પાનેલી, તા.૧: મોટી પાનેલી ગામમાં તસ્કરોએ રાત્રીના સમયે શહેરના મેઈન ચોક લીમડા ચોકની મેઈન બજારોમાં મોટી રકમની લાલચે ચાર દુકાનોમાં નળીયા ઉંચકાવીને દુકાનોમાં ત્રાટકયા હતા હરેશ ટ્રેડર્સ, અંબિકા ફેબ્રીકેશન, દાવડા વેલ્ડિંગ વર્કસ, મારુતિ મેડિકલ તેમજ ગામના પાદરમાં બનતા સવજી પાર્ક માં તસ્કરોએ હાથ ફેરો કરી પોલીસને પડકાર ફેંકયો છે.

રાત્રીના સમયે શાંતિથી આ કાર્ય તસ્કરોએ કરેલ હોય એવુ લાગ્યું છે સવારે જયારે વેપારીઓ એ દુકાનો ખોલી ત્યારે બધું અસ્ત વ્યસ્ત જોતા ચેક કરતા જોવા મળ્યું કે નળીયા તોડીને ચોર લોકો ત્રાટકયા છે અને તિજોરી સાથે ટેબલના ખાના પણ તૂટેલી અવસ્થામાં જોવા મળેલ તુરંત પોલીસને જાણ કરતા ભાયાવદર પીએસઆઈ ચાવડા તેમજ સ્ટાફ દોડી આવી તપાસ શરુ કરેલ.જોકે દુકાનદારોની સતર્કતાને લીધે તસ્કરોના હાથમાં લાંબી કોઈ રકમ ના આવતા અંદાજે રૂપિયા પંદરસો જેવી રકમનો હાથ ફેરો કરેલ છે.

એક ભેજાબાજ દુકાનદારે તો જૂની મજબૂત તિજોરીમાં જુના ઓઝારો ભરીને રાખ્યા હતા જેને લઈને તસ્કરોએ ભારે મહેનત કરવી પડી હોય તેવું લાગ્યું મહામુસીબતે આ ભારે ભરખમ તિજોરીને તોડીને તસ્કરો પણ મામુ બન્યાનો અહેસાસ કરતા હશે.

આ અગાઉ પણ ગામમાં જે ચોરીઓ થઇ છે તેનો ભેદ પણ હજુ વણઉકેલ છે ત્યાં તસ્કરોએ મેઈન બજારમાં ખેલ પાડીને પોલીસને ફરી એક વખત પડકાર ફેંકયો હોય તેવું લાગે છે.(

(11:28 am IST)